જૂનાગઢ GMERS જનરલ હોસ્પિટલને અંગદાન મળ્યું : ૪ લોકોને જીવનદાન
વધુમાં વધુ લોકો અંગદાન વિશે જાગૃત થાય અને વધુને વધુ લોકો દ્વારા અંગદાનનો સંકલ્પ લેવા મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.કૃતાર્થ બ્રહ્મભટ્ટનું આહવાન
જૂનાગઢ તા.૩૧
જૂનાગઢ શહેર-જીલ્લા તથા આજુબાજુના જીલ્લાના ર૦ લાખથી વધુ લોકો માટે લાઈફલાઈન ગણાતી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ દર્દીઓની સારવાર ઉપરાંત વિવિધ સેવાકીય પ્રવૃતિઓ દ્વારા હંમેશા જનતા જનાર્દનની અવિરત સેવા કરી રહેલ છે. ય્સ્ઈઇજી જનરલ હોસ્પિટલના કર્તવ્યનિષ્ઠ મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.કૃતાર્થ બ્રહ્મભટ્ટના નેતૃત્વ હેઠળ હોસ્પિટલ દ્વારા દર્દીઓની સારવાર ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ, અંગદાન, વિવિધ આધુનિક મેડીકલ સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. આવા જ એક ઘટનાક્રમમાં ય્સ્ઈઇજી જનરલ હોસ્પિટલને ગઈકાલે અંગદાન મળેલ છે. જેમાં જૂનાગઢ જીલ્લાના માળીયાહાટીના તાલુકાના લાંગોદ્રા ગામના વતની રસિકભાઈ કરશનભાઈ વાઢેર ઉંમર વર્ષ ૩૭ બ્રેઇન ડેડ થતાં, તેઓના પરિવારજનોએ અંગદાનની સંમતિ આપતા તેમની બંને કિડની તથા કોનિર્યાનું ય્સ્ઈઇજી જનરલ હોસ્પિટલ, જુનાગઢ ખાતે દાન મળેલ છે. તેઓના અંગદાન દ્વારા કુલ ચાર લોકોને નવું જીવન મળશે. રસિકભાઈ ના પરિવારજનોના આ ઉમદા તથા પુણ્યશાળી ર્નિણય બદલ ય્સ્ઈઇજી જનરલ હોસ્પિટલ, જુનાગઢ પરિવાર તેઓનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. તથા વધુ ને વધુ લોકો અંગદાન વિશે જાગૃત થાય અને વધુને વધુ લોકો અંગદાનનો સંકલ્પ લે અને વધુને વધુ બ્રેઇન ડેડ દર્દીના કિસ્સામાં અંગદાન થાય તેવો આપણે સૌ પ્રયત્ન કરીએ તેમ ડો.કૃતાર્થ બ્રહ્મભટ્ટે આહવાન કર્યું હતું. આ અંગદાનની કામગીરીમાં સહકાર અને સમર્થન બદલ જિલ્લા વહીવટી તંત્ર તથા જીલ્લા પોલીસ વડા તથા સમસ્ત પોલીસ ટીમનો ગ્રીન કોરિડોર બનાવી રસિકભાઈના અંગો જુનાગઢ થી અમદાવાદ સુધી સમય મર્યાદામાં પહોંચાડવા બદલ હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન સતત ખડેપગે સેવા બજાવનાર મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ, ડો.દિગંત શીકોતરા, ડો.હેતલ કાનાબાર ડો.જીલ બાલસ, ડો.વિજય પરિયા, ડો. કુલદીપ વાણવી, ડો. દેવાંશી ડધાણીયા,ડો.શિવાંગી
પટેલ ડો.મોનિકા ધોળકીયા, ડો.અજય દૂધભાટે, ડો. ભાવના કાલા, ડોક્ટર પ્રિવલ ગોંડલીયા,ડો. કિશન મકવાણા, હેમલતાબેન પટેલ, વિશાલભાઈ ત્રિવેદી તથા નસિંર્ગ સ્ટાફ, કુ. ખ્યાતિબેન ટીંબા, ટેકનિકલ ટીમ, જાહિદભાઈ નોયડા, સુમિતભાઈ વડસરિયા, ઋષિરાજભાઇ ડાંગર, વર્ગ-૪ના કર્મચારી ટીમ, સિક્યુરિટી સ્ટાફ, તમામ લેબ, ર્ં્, ૈંઝ્રેં અને સમગ્ર હોસ્પિટલ પરિવારે ખૂબ જહેમત ઉઠાવી હતી.


