જૂનાગઢના ગિરનાર દરવાજા નજીક આવેલા પૌરાણિક શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરે આસો સુદ આઠમ નિમિત્તે યજ્ઞ યોજાયો
બીડુહોમવાના સમયે અને મહાઆરતીમાં મોટી સંખ્યામાં માઈભક્તો જોડાયા
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૦
જૂનાગઢ શહેરમાં ગિરનાર દરવાજા નજીક આવેલા પૌરાણિક શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરે આસો સુદ આઠમના પાવન પર્વ નિમિત્તે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શક્તિ ઉપાસનાના આ પવિત્ર અવસરે વહેલી સવારથી જ મંદિર ખાતે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીનાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા. મંદિર ખાતે સવારે ૧૦ કલાકે ધામિર્ક વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન યજ્ઞમાં શ્રદ્ધાળુઓએ ભાવપૂર્વક ભાગ લઈ માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. સાંજે ૫:૩૦ કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તેમજ બીડાહોમ સાથે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ માતાજીની ભવ્ય મહાઆરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં માઈભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. માતાજીના જયઘોષ અને ભક્તિભાવથી મંદિર પરિસર ગુંજી ઊઠયું હતું. આસો સુદ આઠમના પવિત્ર દિવસે માતાજીની આરાધના, યજ્ઞ અને મહાઆરતીનું વિશેષ ધામિર્ક મહત્ત્વ હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉપસ્થિત માઈભક્તોએ માતાજીનાં દર્શન કરી પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય અને સર્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. જૂનાગઢની ધામિર્ક અને સાંસ્કૃતિક પરંપરામાં ગીરનાર દરવાજા નજીક આવેલા પૌરાણિક શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરનું વિશેષ સ્થાન છે. આસો સુદ આઠમના પાવન પર્વે યોજાયેલા આ ભવ્ય યજ્ઞ, બીડાહોમ અને મહાઆરતીના ધામિર્ક કાર્યક્રમમાં ભક્તોની બહોળી ઉપસ્થિતિએ માતાજી પ્રત્યેની અખૂટ શ્રદ્ધા અને આસ્થાને ઉજાગર કરી હતી. આમ, સવારે ૧૦ વાગ્યે શરૂ થયેલો યજ્ઞ સાંજે ૫:૩૦ કલાકે વિધિવત્ પૂર્ણાહુતિ સાથે સંપન્ન થયો હતો અને ત્યારબાદ યોજાયેલી મહાઆરતીમાં મોટી સંખ્યામાં માઈભક્તોએ ભાગ લઈ માતાજીનાં દર્શન અને આશીર્વાદનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી.


