પટેલ કેળવણી મંડળ જૂનાગઢની છાત્રાલયોની બાળાઓએ આઠમાં નોરતાની રાતે માતાજીની આરાધના કરી

પટેલ કેળવણી મંડળ જૂનાગઢની છાત્રાલયોની બાળાઓએ આઠમાં નોરતાની રાતે માતાજીની આરાધના કરી

જૂનાગઢ, તા.ર૦
પટેલ કેળવણી મંડળ જૂનાગઢના વાછાણી કન્યા છાત્રાલય તથા વિવિધા છાત્રાલય ૮૦૦ થી વધુ દીકરીઓ રંગે - ચંગે નવરાત્રી દરમ્યાન રાસ - ગરબા રમીને માતાજીની આરાધના કરે છે. જુદા જુદા ટ્રેડિશનલ ડ્રેસ સાથે સંગીતના તાલે ગરબા રમતી બાળાઓને દરરોજ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટ કાંતિભાઈ ફળદુ, પ્રમુખ શિરીષભાઈ સાપરિયા, ઉપપ્રમુખ કલ્પેશભાઈ પટેલ, મંત્રી કિશોરભાઈ મેંદપરા, મંત્રી વિઠ્ઠલભાઈ વૈશ્નાણી અને કારોબારી સમિતિના સભ્યો હાજર રહીને પ્રોત્સાહિત કરે છે. તા.૧૮/૧૦/૨૦૨૬ના આઠમાં નોરતે સંસ્થા તરફથી મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ જેમાં છાત્રાલયોની બાળાઓ, સંસ્થાના હોદ્દેદારો, કારોબારી સભ્યો અને વિશાળ સંખ્યામાં શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક સ્ટાફે આ મહા આરતીનો હોંશે હોંશે જાેડાઈને માતાજીની આરાધના કરી હતી.