યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નાં જન્મદિવસ નિમિત્તે ભાજપા જુનાગઢ મહાનગર દ્વારા નમો યુવા રન મેરેથોન દોડ યોજાઇ

યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નાં જન્મદિવસ નિમિત્તે ભાજપા જુનાગઢ મહાનગર દ્વારા નમો યુવા રન મેરેથોન દોડ યોજાઇ
જુનાગઢ
દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી. આર.પાટીલજી, સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી ની સુચના અને માર્ગદર્શન મુજબ,તારીખ ૧૭ મી સપ્ટેમ્બર થી ૨જી ઓક્ટોબર સુધી આયોજિત સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયા,  ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, દંડક કલ્પેશભાઈ અજવાણી, વિશેષ ઉપસ્થિતિમાં  યુવા મોરચા ની આગેવાનીમાં "નમો યુવા મેરેથોન જેમાં હજારો ની સંખ્યામાં યુવાનો,મહિલાઓ,વડીલો સ્વૈચ્છિક જોડાયા હતા,મેરેથોન માં ભાગ લેનાર તમામ દોડ વિરો ને ટીશર્ટ,અને એજ કેટેગરી પ્રમાણે પ્રોત્સાહન સ્વરૂપે મેડલ,સર્ટિફિકેટ એનયાત કરવામાં આવ્યા હતા,સમગ્ર ભારત દેશમાં આજરોજ એક સાથે ૭૫ જગ્યાઓએ મેરેથોન યોજાઈ હતી જેમાં પણ શીર્ષ નેતૃત્વ દ્વારા આપવામાં આવેલ વિશેષ જવાબદારી ને સુપેરે પૂર્ણ કરી હતી, "નમો યુવા મેરેથોન" ને સફળ બનાવવા જુનાગઢ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાની આગેવાની હેઠળ સમગ્ર મહાનગર ના યુવા મોરચાની ટીમએ ભારે જેહમત ઉઠાવી હતી, જુનાગઢ મહાનગર બહાઉદ્દીન કોલેજ ખાતે યોજાયેલ "નમો યુવા મેરેથોન" માં  સ્પોર્ટસ સંસ્થાઓ જોડાઇ મેરેથોન ને સફળ બનાવવા મહતપૂર્ણ યોગદાન આપ્યું હતું
મેરેથોન માં વિજેતા દોડવીરોને પ્રોત્સાહિત કરવા જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, દંડક કલ્પેશભાઈ અજવાણી, યુવા મોરચાના પ્રમુખ વિનસભાઈ હદવાણી, મહામંત્રી પરાગભાઇ રાઠોડ, અભયભાઈ રીબડીયા,હસ્તે મેડલ,સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું તેમ મિડિયા વિભાગ નાં સંજય પંડ્યા ની યાદી જણાવે છે......