ભવનાથ સ્થિત પ્રેરણાધામ ખાતે કોંગ્રેસની રાષ્ટ્રીય શિબિરનો પ્રારંભ
રાષ્ટ્રીય કોંગ્રેસનાં અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનાં હસ્તે શિબિર ખુલી મુકાઈ : ગુજરાતભરનાં કોંગ્રેસનાં નેતાઓ - કાર્યકરો ઉમટી પડયા


જૂનાગઢ તા. ૧૦
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ સ્થિત પ્રેરણાધામ ખાતે કોંગ્રેસની ૧૦ દિવસની પ્રશિક્ષણ શિબિરનો આજથી પ્રારંભ થયો છે. ૧૦ દિવસ ચાલનારા પ્રશિક્ષણ શિબિરમાં રાષ્ટ્રીય કોંગ્રેસનાં અધ્યક્ષ મલીકા અર્જુન ખડગેનાં હસ્તે પ્રારંભ થયો હતો. સંસદમાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધી સહીતનાં અનેક રાષ્ટ્રીય નેતાઓ આ શિબિરમાં હાજરી આપશે. અને જેને લઈને કોંગ્રેસનાં કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહયો છે. પ્રેરણાધામ ખાતે આજથી શરૂ થયેલી ૧૦ દિવસીય કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં ભાજપ સરકારનાં અન્યાય, અત્યાચાર અને ભ્રષ્ટાચાર સામેની લડત માટે ખાસ ચર્ચા થશે. આ શિબિરમાં કોંગ્રેસનાં અનેક દિગ્ગજ નેતાઓ તેમજ સામાજીક ક્ષેત્રે જાેડાયેલા અનેક મહાનુભાવો પણ હાજરી આપનાર છે. હાલ ગુજરાતમાં ભાજપ સરકારની નિતીથી યુવાઓ રોજગાર વગરના થયા છે અને કાયમી સરકારી ભરતી પણ થઈ નથી. તેમજ રાજયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ ખરાબ થઈ રહી છે. તેવા સંજાેગોમાં આજે યોજાયેલી કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર ખુબ જ મહત્વની સાબિત થશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમીત ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલી આ શિબિર આજથી તા. ર૦ સપ્ટેમ્બર સુધી યોજવામાં આવશે. કોંગ્રેસ દ્વારા શરૂ થયેલી રાષ્ટ્રીય પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ થતાં ગુજરાતનાં તમામ જીલ્લા અને શહેરોનાં કોંગ્રેસ પક્ષનાં પ્રમુખો પણ ખાસ ઉપસ્થિત રહેશે. આ શિબિરમાં પ્રદેશ કક્ષાનાં આગેવાનો, કાર્યકર્તાઓને સંગઠન મજબુત કરવા માટે અનેક મુદાઓ ઉપર તાલીમ આપવામાં આવશે. જેનો મુખ્ય હેતુ આગામી સમયમાં કોંગ્રેસને વધુ મજબુત બનાવી લોકો સુધી પહોંચાડવાનો છે. આ શિબિરમાં જુદા જુદા વિષયો ઉપર સેશનનું પણ આયોજન કરાયેલ છે. રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ મલીકા અર્જુન ખડગે, સંગઠન મહામંત્રી કેસીવેણ ગોપાલ, મહામંત્રી અને સંગઠનનાં પ્રભારી મુકુલ વાસનીક સહીતનાં વરીષ્ઠ અગ્રણી નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.


