દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ પારડી, ખેર ગામમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ પારડી, ખેર ગામમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો

વાપી તા.21:
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. આજે 1 થી 8 ઇંચ સુધી નો ભારે વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. વલસાડ જીલ્લાના પારડી અને ખેર ગામમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. જયારે વાપી, નાનાકોંઢા, વલસાડમાં 7 ઈંચ અને ધરમપુર, જલાલપુર, ચીખલીમાં 6 ઈંચ અને નવસારી તથા ગણદેવીમાં પાંઈ ઈંચ વરસાદ ખાબક્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 જીલ્લાના 165 તાલુકાઓમાં એક થી 205 મિમી સુધી ના વરસાદ નોંધાવા સાથે રાજ્ય નો સીઝન નો કુલ સરેરાશ વરસાદ 28.78 ઇંચ નોંધાયો છે.
આજે 21 જુલાઈ થી લઈને આગામી 26 જુલાઈ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા એ કરી છે, જેમાં હવામાન વિભાગના અનુમાન મુજબ 26 જુલાઈ, સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ, તેમજ અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

સુરતમાં ભેદવાડ ખાડી ઓવરફલો થતા ફરી પુરનું સંકટ
સુરત તા.21
સુરતમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા સ્થિતિ ખરાબ થવાની સંભાવના છે. સુરતમાં ભેદવાડ ખાડી ઓવરફલો થતાં ફરી પુરનું સંકટ સર્જાયું છે. હવામાન વિભાગે આજે નવસારી અને વલસાડ માટે ‘અતિભારે વરસાદ’ની આગાહી કરી છે, જ્યારે 27 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય રહેવાની સંભાવના દર્શાવી છે. ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજયના 165 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.