સિક્કીમમાં નિર્માણાધિન ટનલમાં ભૂસ્ખલન થતા 7 મજુરોના મોત : 20 હજુ પણ ફસાયેલા
ગંગટોક તા.21:
સિક્કિમના નામચી જિલ્લામાં આવેલા ઝોલુંગે વિસ્તારના સમરદુંગ ખાતે નિર્માણાધીન ટનલમાં ફસાયેલા કામદારોને બહાર કાઢવા માટે બચાવ અને શોધ કામગીરી સતત ચાલુ છે. આ દરમિયાન જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. સત્તાવાર માહિતી અનુસાર, મૃતદેહોને સિગતમ જિલ્લા હોસ્પિટલ, એસટીએનએમ (STNM) હોસ્પિટલ, ગાંગટોક અને નામચી જિલ્લા હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે. માહિતી અને જનસંપર્ક વિભાગે એક નિવેદનમાં આ માહિતી આપી હતી.


