કિસાનોએ પણ સરકાર સામે મોરચો માંડયો : દિલ્હી કુચનું એલાન

કિસાનોએ પણ સરકાર સામે મોરચો માંડયો : દિલ્હી કુચનું એલાન

નવી દિલ્હી તા.21:
કોકરોચ જનતા પાર્ટીના આંદોલન સાથે આજે હવે પંજાબથી હજારો ખેડૂતો આજે દિલ્હી કૂચ માટે શંભુ બોર્ડર પર એકઠા થઈ રહ્યા છે. આ પ્રદર્શન ભારત-અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વેપાર સંધિ એટલે કે UITD વિરુદ્ધ થઈ રહ્યું છે. આ સંધિ રદ કરવાની માંગણીને લઈને દેશ બચાવો મોરચાએ આ આંદોલન ચલાવ્યું છે. આ બધા વચ્ચે સોમવારે ભારતીય કિસાન યુનિયન (ચઢૂની)ના પ્રમુખ ગુરનામ સિહ ચઢુનીને દિલ્હીમાં પ્રસ્તાવિત કિસાન મહાપંચાયતમાં સામેલ થવા માટે જતા સમયે હરિયાણા પોલીસે અટકમાં પણ લીધા હતા.
વિસ્તારમાં સુરક્ષા કડક કરવામાં આવી છે અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 163 લાગૂ કરાઈ છે. બંને તરફથી રસ્તાઓ પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે અને વાહનોની અવરજવર સંપૂર્ણ રીતે રોકવામાં આવી છે. અમૃતસર અને ગુરદાસપુરમાં ખેડૂતોનો કાફલો શંભુ બોર્ડર પહોંચવાની  તૈયારીમાં છે. ખેડૂતોની સૌથી મોટી માંગણી એ છે કે ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત એફટીએ તરત રદ કરવામાં આવે.