ફરી સંસદ કુચનું એલાન : કોકરોચ જનતા પાર્ટીનું વિરોધ પ્રદર્શન યથાવત
પેપરલીક મુદ્દે વડાપ્રધાન પહેલીવાર બોલ્યા -“રાજનીતી ન થવી જાેઈએ, દોષિતોને સજા મળશે”
નવી દિલ્હી તા.21:
NDA સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ પહેલીવાર કહ્યું કે પેપર લીક મામલે રાજનીતિ ન થવી જોઈએ. દોષિતોને કડક સજા મળશે. જાેકે, બેઠક અંગેની વધુ વિગતો બહાર આવી નથી. બીજી તરફ NEET પેપર લીક મુદ્દાનો વિરોધ કરી રહેલી કોકરોચ જનતા પાર્ટીએ આજે પણ પોતાનું પ્રદર્શન ચાલુ રાખ્યું છે. જંતર મંતર પર મોટી સંખ્યામાં લોકો હજુ પણ હાજર છે. CJP પ્રવક્તા આશુતોષ રંકાએ કહ્યું, સોનમ વાંગચુકની ભૂખ હડતાળ ચાલુ છે, અને જંતર મંતર પર અમારું પ્રદર્શન પણ ચાલુ છે. જેપી નડ્ડા સાથેની અમારી મુલાકાત નિરર્થક રહી છે. ચાર કલાક વેડફાયા. હવે સરકારે અહીં આવીને વાત કરવી પડશે. ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું ન આપે ત્યાં સુધી અમારું પ્રદર્શન ચાલુ રહેશે.
દિલ્હીના જંતર-મંતર પર હજુ પણ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. લગભગ 200 વિરોધીઓ હજુ પણ ત્યાં બેઠા છે. જંતર-મંતર અને સંસદ માર્ગ પર CJPના સંસદ માર્ચ દરમિયાન, વિરોધીઓ અને દિલ્હી પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. પોલીસે પ્રદર્શનકારીઓને કફર્યુ (કલમ 163)નું ઉલ્લંઘન કરીને સંસદ તરફ આગળ વધતા અટકાવ્યા ત્યારે હિસા, પથ્થરમારો અને બસોમાં તોડફોડ ફાટી નીકળી હતી. પોલીસે 70 થી વધુ લોકોની અટકાયત કરી છે. હવે, દિલ્હી પોલીસ પ્રદર્શનકારીઓને દોષી ઠેરવી રહી છે, અને પ્રદર્શનકારીઓ જવાબ આપી રહ્યા છે.


