દિલ્હીના જંતર-મંતર ખાતે આમરણાંત અનશન કરી રહેલા સામાજીક કાર્યકર્તા સોનમ વાંગ્ચુકને બળજબરીથી હોસ્પિટલમાં ખસેડાયા
ઉપવાસી છાવણી જંતર-મંતર ખાલી કરાવાતા ભારે તનાવ દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે કાર્યવાહી કરી
(એજન્સી) નવી દિલ્હી તા.18:
‘નીટ‘ પરીક્ષા પેપર લીક તથા તેના પગલે હતાશ થયેલા 20થી વધુ વિદ્યાર્થીઓની આત્મહત્યાની નૈતિક જવાબદારી લઈ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે છેલ્લા 20 દિવસથી દિલ્હીના જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટીના મંચ પર ઉપવાસ કરી રહેલા લદાખના એકટીવિસ્ટ સોમન વાંગચૂકનું સ્વાસ્થ્ય લથડતા જ આજે વહેલી સવારે દિલ્હી પોલીસે સોનમ વાંગચૂકને ઉઠાવી સફદરજંગ હોસ્પીટલમાં દાખલ કરી દેવાયા છે.
દિલ્હીના જંતર-મંતર પર 21 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકને પોલીસે આજે સવારે હોસ્પિટલ લઈ ગઈ. પ્રદર્શનકારીઓએ પોલીસનો વિરોધ કર્યો, જેના કારણે ત્યાં હોબાળો થયો. પોલીસે પ્રદર્શનકારીઓને પણ ત્યાંથી હટાવ્યા હતા.
વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વાંગચુક પેપર લીક કેસની તપાસ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગને લઈને ઉપવાસ કરી રહ્યા છે. તેમની તબિયત સતત બગડતી જઈ રહી હતી. તેમના વજનમાં 9.5 કિલોથી વધુ ઘટાડો થયો છે.
દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે કેન્દ્ર અને દિલ્હી સરકારને આદેશ આપ્યો હતો કે વાંગચુકનું રોજ મેડિકલ ચેકઅપ કરવામાં આવે અને જરૂર પડ્યે સારવાર કરવામાં આવે.


