દેશભરમાં એમબીબીએસની 9911 સીટ વધી કુલ 136939 બેઠક પર એડમિશન થશે
નવી દિલ્હી, તા.16
મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ NEET-UG આપનારાં ઉમેદવારો માટે આખરે કંઈક તો રાહત મળવા જઈ રહી છે. ઉમેદવારો આતુરતાથી રિઝલ્ટની રાહ તો જોઈ જ રહ્યાં છે, ત્યારે આ દરમિયાન 2026-27 સેશન માટે એમબીબીએસની બેઠકોનો હિસાબ-કિતાબ જાહેર કરી દેવામાં આવ્યો છે.
વર્તમાન સેશનમાં એમબીબીએસની 9911 બેઠકો વધારવામાં આવી છે અને આ રીતે બેઠકોની સંખ્યા 127028 થી વધીને 136939 થઈ ગઈ છે. નીટ-યૂજી 2026ના રિઝલ્ટની ઊંધી ગણતરી શરૂ થઈ ગઈ છે અને એ નક્કી કરવામાં આવ્યું છે કે રિઝલ્ટ આવ્યાના થોડા દિવસોની અંદર જ કાઉન્સિલિંગ શરૂ થઈ જશે. કાઉન્સિલિંગની સમય-સીમા પણ ઘટાડવામાં આવશે અને ઓછા દિવસોમાં એડમિશન પ્રક્રિયા પૂરી કરવામાં આવશે.


