મધ્યપૂર્વના દેશોના નિકાસકારો માટે સરકારે રૂા.૪૯૭ કરોડની રિલીફ યોજના શરૂ કરી
(એજન્સી) નવી દિલ્હી, તા.૨૦
મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇઝરાયેલ તથા ઇરાન વચ્ચે ત્રણ અઠવાડિયાથી ચાલતા યુધ્ધને કારણે ભારતીય નિકાસકારોને મોટો ફટકો છે. જ્યારે કેન્દ્ર સરકારે નિકાસકારો માટે રીલીફ સ્કીમ શરૂ કરી છે. રૂા.૪૯૭ કરોડની આ યોજના યુએઇ, સાઉદી અરેબીયા, કુવૈત, કતાર, ઓમાન, બહેરીન, ઇરાક, ઇરાન, ઇઝરાયેલ તથા યમનમાં મોકલાનારા અથવા ત્યાંથી પસાર થનારા માલ સામાન માટે રાહત આપશે.
આ સ્કીમથી એમએસએમઇ નિકાસકારોને વીમા અને પરિવહન ખર્ચમાં થયેલા વધારાનો આંશિક ભાગ પરત મળશે ઉપરાંત એકસપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાંથી વીમા કવચ મેળવનારા નિકાસકારોને વધુ કોઇ બોજ સહન કર્યા વિના જોખમ સામે ૧૦૦ ટકાનું રક્ષણ મળશે. કેન્દ્રીય વાણિજ્યમંત્રી રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે ‘રીલીફ‘ સ્કીમને એકસપોર્ટ પ્રમોશન મિશન હેઠળ શરૂ કરવામાં આવી રહી છે. જે ખાસ કરીને યુધ્ધથી પ્રભાવિત ૧૭ થી ૧૮ દેશોમાં માલ મોકલતા નિકાસકારો માટે જ છે.


