યુપીનાં હમીરપુરમાં નિર્માણાધીન પુલનો સ્લેબ તુટી પડતા 6 કામદારોનાં મોત
(એજન્સી) હમીરપુર તા. 29
ઉત્તર પ્રદેશના હમીરપુરમાં બેતવા નદી પરના નિર્માણાધીન પુલનો સ્લેબ ગઈ મોડીરાત્રે બે વાગ્યે તૂટી પડ્યો. આ અકસ્માતમાં ૬ કામદારોના મોત થયા. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સે કાટમાળમાં ફસાયેલા ત્રણ કામદારોને બચાવ્યા હતા. ઉત્તર પ્રદેશ બ્રિજ કોર્પોરેશનના એમડી ધર્મવીર સિંહે જણાવ્યું હતું કે વાવાઝોડું અને વરસાદને કારણે સ્લેબ તૂટી પડ્યો હતો, જેના કારણે કામદારો નીચે દટાઈ ગયા હતા. અકસ્માતની તપાસ કરવામાં આવશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગત મોડી રાત્રે હમીરપુરમાં 70-80 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાયું હતું. આ અકસ્માત શહેરથી ૨૫ કિમી દૂર લાલપુરા વિસ્તારમાં થયો હતો.


