વિપક્ષના હંગામા વચ્ચે લોકસભામાં ‘એન્ટી પેપર લીક’ ખરડો રજુ
ભારે ધમાલને પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી બપોર સુધી સ્થગિત : પેપર લીક રોકવા માટેના કાયદામાં કડક જાેગવાઈઓ કરાઈ
નવી દિલ્હી તા.27
વિપક્ષ દ્વારા ભારે હંગામા વચ્ચે મોદી સરકારે આજે લોકસભામાં સાર્વજનીક પરીક્ષા સંશોધન ખરડો રજુ કરી દીધો છે. પરંતુ વિપક્ષના સાંસદોએ સતત હોબાળો ચાલુ રાખતા બન્ને ગૃહોના અધ્યક્ષને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી. સંસદીય કાર્યવાહી મંત્રી જીતેન્દ્રસિંહે ગૃહમાં ખરડો રજુ કર્યો હતો. કોંગ્રેસે જણાવ્યું હતું કે, છાત્રોના આંદોલન દરમ્યાન પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ દમન અંગે ગૃહમંત્રી અમીત શાહનો જવાબ જરૂરી છે. જયારે ગૃહના અધ્યક્ષ ઓમ બીરલાએ કહ્યું કે, વિદ્યાર્થી હિતમાં ચર્ચા જરૂરી છે. જયારે લઘુમતી બાબતોના મંત્રી કિરણ રીજીજુએ કહ્યું કે, વિપક્ષ આ મુદ્દાને ભટકાવે નહીં. ખરડો પસાર કરાવવો સરકારની પ્રાથમીકતા છે.
કોકરોચ જનતા પાર્ટીના જંતર મંતર સહિત દેશભરમાં થયેલા આંદોલનના પગલે હવે નીટ સહિતના પરિક્ષા-ભરતી પેપર લીક રોકવા એક બાદ એક પગલા લઈ રહેલી મોદી સરકાર હવે આજે લોકસભામાં એન્ટી પેપર લીક ખરડો રજુ કરી દીધો છે. કોકરોચ આંદોલન સમયે જ વડાપ્રધાન મોદીએ પેપર લીકમાં 10 વર્ષની જેલ સજા 10 કરોડના દંડ સહિતની મહત્વની જોગવાઈ સાથે ખાસ ખરડો લઈ આવવા જાહેરાત કરી છે.
આ નવા ખરડામાં પેપર લીક અંગે ફાસ્ટટ્રેક કોર્ટ રચવા બે માસમાં તપાસ પુરી કરવાની જોગવાઈ છે. જેમાં દોષીતને ઓછામાં ઓછી પાંચ વર્ષની જેલ સજા અને મહત્તમ 10 વર્ષ તથા સંગઠીત અપરાધ બદલ ૭ વર્ષની જેલ સજા તથા રૂા.10 કરોડના દંડની જોગવાઈ છે.


