શાંતિપૂર્ણ પ્રદર્શન બંધારણીય અધિકાર, જેને છીનવી શકાય નહીં : સુપ્રિમ કોર્ટ
(એજન્સી) નવી દિલ્હી, તા.27
સુપ્રીમ કોર્ટે કહ્યું કે શાંતિપૂર્ણ પ્રદર્શન કરવું એ એક બંધારણીય અધિકાર છે, જેને છીનવી શકાય નહીં. ફક્ત પ્રદર્શન કે આંદોલન થવાના આધારે પોલીસની ક્રૂરતા કે વધુ પડતી કડકાઈને યોગ્ય ઠેરવી શકાય નહીં. 20 જુલાઈએ જંતર-મંતર પર પોલીસ લાઠીચાર્જ સંબંધિત અરજીઓ પર સુનાવણી કરતા સુપ્રિમ કોર્ટનાં ચીફ જસ્ટીસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી મોહનાની બેન્ચે કહ્યું કે પ્રદર્શન દરમિયાન પોલીસકર્મીઓ પર હુમલા થવા એ ચિંતાની વાત છે અને સરકાર પાસેથી આ અંગે જવાબ માંગી શકાય છે. હવે સુપ્રીમ કોર્ટ આવતીકાલે મંગળવારે આ તમામ અરજીઓ પર એકસાથે સુનાવણી કરશે. આ અરજીઓમાં આરોપ છે કે NEET પેપર લીક અને શિક્ષણ મંત્રીના રાજીનામાને લઈને પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે અત્યાચાર કર્યો. આ અરજીઓ 20 જુલાઈએ કોકરોચ જનતા પાર્ટી (CJP)ની સંસદ માર્ચ સાથે સંબંધિત છે.


