શાંતિની વાત ભૂલી જજાે : ર૦ર૬માં પણ યુધ્ધ, ધડાકા, ધમાલ, પૂર-વાવાઝોડુ જ રહેશે
કોરોનાની ભવિષ્યવાણી કરનાર બ્રાઝીલના બાબાની આગમવાણી
(એજન્સી) બ્રાઝિલ,તા.૦૯:
૧૬મી સદીના ફ્રેન્ચ ઍસ્ટ્રોલોજર નોસ્ટ્રડામસને આજે પણ લોકો તેમની આગાહીઓ માટે યાદ કરે છે. નોસ્ટ્રડામસે તેમની બુક ‘ધ પ્રોફેસિસ‘માં કરેલી ૧૦૦૦ ભવિષ્યવાણીઓમાંથી ફ્રેન્ચ રેવલ્યુશન, વિશ્વયુદ્ધ, મહામારી જેવી ઘણીબધી વાતો સાચી પડી હોવાનું કહેવાય છે. હમણાં-હમણાં આવી જ ચોંકાવનારી આગાહીઓને કારણે બ્રાઝિલના એક બાબા ‘લીવિગ નોસ્ટ્રડામસ‘ તરીકે ફેમસ થઈ ગયા છે. બ્રાઝિલના ઍથોસ સલોમી નામના આ ભાઈએ ૨૦૨૬ માટે કરેલી ભવિષ્યવાણીએ ઘણા લોકોની ચિંતા વધારી દીધી છે, કારણ કે અગાઉ કોરોના મહામારી અને ૨૦૨૨માં રાણી એલિઝાબેથ બીજાનાં મૃત્યુની આગાહી પછી આખા વિશ્વનું ધ્યાન તેમના તરફ ગયું હતું. ૨૦૨૬ માટે ૩૯ વર્ષના આ બાબાએ એવી ચેતવણી આપી છે કે આ વર્ષ પણ અંત વગરનાં યુદ્ધો, ક્લાઇમેટ-ચેન્જના પડકારો અને વૈશ્વિક અસ્થિરતાથી જ ભરેલું હશે એટલે કોઈ રાહતની અપેક્ષા રાખતા નહીં.


