સુપ્રીમ કોર્ટનો સવાલ : ધર્મ પરિવર્તન ‘છેતરપિંડી‘ છે તે કોણ નક્કી કરશે ?
નવી દિલ્હી તા.ર૧
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ‘છેતરપિંડીપૂર્વક’ ધાર્મિક પરિવર્તન ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરતાં એક અરજદારને પૂછ્યું હતું કે આંતરધાર્મિક લગ્ન છેતરપિંડી છે કે નહીં તે કોણ નક્કી કરશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ ૧૦ રાજ્યોમાં વધુને વધુ કડક બની રહેલ ધર્મ પરિવર્તન વિરોધી કાયદાઓની માન્યતા ઉપર પ્રશ્ન ઉઠાવતી NGO વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સી.યુ. સિંહની એ વાત સાથે સંમત થયા હતા કે કોર્ટ કાયદાઓની બંધારણીયતા તપાસવા માટે બેસે છે, કાયદા બનાવવા માટે નહીં. અરજદાર-એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે તેમની અરજી લાલચ અને નકલ દ્વારા ધાર્મિક પરિવર્તન સામે છે. શ્રી ઉપાધ્યાયે દલીલ કરી હતી કે બંધારણની કલમ ૨૫ હેઠળ ધર્મનો પ્રચાર કરવાનો અધિકાર છે, પરંતુ છેતરપિંડી કે બળજબરીથી ધર્મ પરિવર્તન કરવાનો અધિકાર નથી. બંધારણમાં સમાવિષ્ટ અંતરાત્માની સ્વતંત્રતા સામે તેમની અરજીના જાેખમ ઉપર પ્રકાશ પાડતા, મુખ્ય ન્યાયાધીશ ગવઈએ સ્પષ્ટપણે પૂછ્યું, ‘પરંતુ એ કોણ શોધી કાઢશે કે ધાર્મિક પરિવર્તન કપટપૂર્ણ છે કે નહીં ?’ વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહ અને વકીલ વૃંદા ગ્રોવર સાથે કેસમાં હાજર રહેલા શ્રી સિંહે જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, છત્તીસગઢ, હરિયાણા, ઝારખંડ અને કર્ણાટક સહિતના રાજ્યોએ એક પછી એક નકલી ‘ધર્મ સ્વતંત્રતા‘ કાયદાઓ ઘડ્યા છે, જેમાં રાજસ્થાનનો તાજેતરમાં ઉમેરો થયો છે. શ્રી સિંહે રજૂઆત કરી કે,‘આવા કાયદાઓને ધર્મ સ્વતંત્રતા કાયદા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, પરંતુ તેમાં સ્વતંત્રતા સિવાય બધું જ સામેલ છે. તે લગભગ ધર્મ પરિવર્તન વિરોધી કાયદા છે,’. તેમણે આ કાયદાઓ ઉપર સ્ટે મૂકવાની માંગ કરી, જે વધુને વધુ કડક બની રહ્યા હતા કારણ કે અદાલતો જામીન આપે છે અને તેમના હેઠળ આરોપી અને ધરપકડ કરાયેલા વ્યક્તિઓને રાહત આપે છે. કોર્ટે આ કાયદાઓના અમલીકરણ ઉપર રોક લગાવવાના પ્રશ્ન ઉપર વિચાર કરવા માટે છ અઠવાડિયા પછી કેસની સુનાવણી નક્કી કરી છે. શ્રી સિંહે કહ્યું કે આ કાયદાઓમાં તાજેતરના સુધારાઓ તૃતીય પક્ષોને આંતર-ધાર્મિક લગ્ન કરનારા યુગલો સામે ફોજદારી ફરિયાદો દાખલ કરવાની સત્તા આપે છે. આ કાયદાઓ હેઠળ સજામાં ઓછામાં ઓછી ૨૦ વર્ષની સજા અથવા મહત્તમ આજીવન કેદ’નો સમાવેશ થાય છે. જામીનની શરતો કઠોર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) કાયદાની સમકક્ષ છે. વરિષ્ઠ વકીલે દલીલ કરી હતી કે પુરાવાનો ભાર ધર્માંતરિત વ્યક્તિ ઉપર હતો કે તે સાબિત કરે કે તેને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવ્યું ન હતું અથવા ‘પ્રેરિત’ કરવામાં આવ્યું ન હતું. શ્રી સિંહે રજૂઆત કરી કે,‘જે કોઈ પણ વ્યક્તિ આંતર-ધાર્મિક લગ્ન કરે છે, તેના માટે જામીન અશક્ય બની જાય છે. આ બંધારણીય પડકારો છે... તે ફક્ત લગ્ન જ નથી પરંતુ કોઈપણ સામાન્ય ચર્ચ ઉજવણી અથવા તહેવારો હોય, ટોળા આવી શકે છે...’. વધારાના સોલિસિટર જનરલ કે.એમ. નટરાજે કહ્યું કે કેસ ત્રણ વર્ષ પછી સુનાવણી માટે આવી રહ્યો છે ‘અને અચાનક તેઓ ચઅરજદારો સ્ટે માંગી રહ્યા છે ?’ ૨૦૨૩માં કેસની સુનાવણી કરતી વખતે, સર્વોચ્ચ અદાલતે ભારતીય દંડ સંહિતા હેઠળ ‘બળજબરીથી ધર્માંતરણ’ને ધર્મ સંબંધિત એક અલગ ગુનો બનાવવો જાેઈએ કે કેમ તે પ્રશ્નનો ભારતીય કાયદા પંચને સંદર્ભ આપવાનો ઇન્કાર કર્યો હતો. સરકારે શ્રી સિંહ દ્વારા પ્રતિનિધિત્વ કરાયેલા NGO, સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ દ્વારા આ મામલો કોર્ટ સમક્ષ લાવવાના હકનો પણ વિરોધ કર્યો હતો, જેણે આ કાયદાઓ સામે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી છે. જાેકે, શ્રી સિંહે દલીલ કરી હતી કે આ કાયદાઓ વ્યક્તિના શ્રદ્ધા અને જીવનસાથીની પસંદગીના અધિકારમાં અનુચિત દખલગીરી સમાન છે. તેમણે કહ્યું હતું કે દરેક કાયદાનો ઉપયોગ બીજા દ્વારા પોતાના માટે વધુ ‘ઘાતક’ કાયદો બનાવવા માટે ‘બિલ્ડીંગ બ્લોક’ તરીકે કરવામાં આવે છે. અરજીઓમાં દલીલ કરવામાં આવી છે કે આ કાયદાઓ બંધારણના કલમ ૨૫માં સમાવિષ્ટ પોતાના ધર્મનો સ્વીકાર અને પ્રચાર કરવાના અધિકાર ઉપર ‘ભયાવહ અસર’ કરે છે


