શિવરાત્રી મેળામાં રૂા. 8 કરોડનો ખર્ચ કરાયો : વિપક્ષે માહિતી માંગી તો ટેન્ડર કોપી મોકલી દીધી : ભ્રષ્ટાચારની ગંધ
જૂનાગઢ તા. 19
ગત વર્ષે જૂનાગઢ ખાતે યોજાયેલા શિવરાત્રી મેળામાં જૂનાગઢ મનપા દ્વારા કરવામાં આવેલા ખર્ચ અંગે મનપામાં વિપક્ષનાં નેતા લલિત પણસારાએ ટુરીઝમ ડીપાર્ટમેન્ટ પાસે વિગતો માંગી હતી અને આરટીઆઈ કરી હતી. તેમાં પણ ટેન્ડરની કોપી અને એસ્ટીમેન્ટ આપતા અપેક્ષિપ જવાબ નહી મળતા અપીલ કરવામાં આવશે તેમ લલિતભાઈ પણસારાએ જણાવ્યું હતું જૂનાગઢ શિવરાત્રી મેળા અંગે અગાઉ જ્યારે આરટીઆઈ દ્વારા કલેક્ટર કચેરી અને પ્રાંત કચેરી પાસે ખર્ચના પત્રવ્યવહાર અને દરખાસ્તોની વિગતો માંગવામાં આવી, ત્યારે બંને કચેરીઓએ એકબીજા પર જવાબદારી ઢોળી માહિતી આપવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો.
તંત્ર દ્વારા એવો દાવો કરાયો હતો કે તેઓ આ પ્રકારના કોઈ ખર્ચ કે પ્રક્રિયા કરતા નથી. જાેકે, મહાનગરપાલિકાની છેલ્લી સાધારણ સભામાં વિપક્ષના પ્રશ્નો સામે કમિશનરે જે દસ્તાવેજાે રજૂ કર્યા, તેણે તંત્રની પોલ ખોલી દીધી છે. આ કાગળો સાબિત કરે છે કે તમામ પત્રવ્યવહાર કલેક્ટર કચેરી સાથે જ થયા હતા અને પ્રાંત અધિકારીને પણ આની સંપૂર્ણ જાણ હતી. મહાનગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતોમાં અનેક વિસંગતતાઓ જાેવા મળી છે. આ અંગે તેમણે કહ્યું કે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં, સાધુ-સંતોના આશ્રમો અને અન્નક્ષેત્રોમાં જે સુવિધાઓ, લાઈટિંગ અને કરિયાણું આપવાનું હતું તે આપ્યુ નથી.


