જૂનાગઢ શહેરમાં ગીરીરાજ સોસાયટી ખાતે થયેલી વૃધ્ધાની હત્યાનો આરોપી ત્રણ દિવસનાં રીમાન્ડ પર

જૂનાગઢ શહેરમાં ગીરીરાજ સોસાયટી ખાતે થયેલી વૃધ્ધાની હત્યાનો આરોપી ત્રણ દિવસનાં રીમાન્ડ પર

જૂનાગઢ તા. 19
શહેરમાં ગિરિરાજ મેઈન રોડ વિસ્તારમાં આવેલ ચિત્રકૂટ સોસાયટીના સુનીતાબેન રમેશભાઈ રાયજા હત્યા કરનાર આરોપી યુવકને પોલીસે 3 દિવસના રિમાન્ડ પર મેળવી વધુ તપાસ હાથ ધરી છે. ગત તા. 12મેના રોજ 59 વર્ષીય સુનીતાબેનની તેના જ ઘરમાં તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી અજાણ્યો શખ્સ નાસી ગયો હતો. આ ચક્યારી હત્યા કેસમાં રવિવારે ક્રાઈમ બ્રાન્ચે મૃતકના પુત્ર દિલીપભાઈનો મિત્ર સુરેશ ઉર્ફે કાનો વાઘુમલ વાઘવાણીની અટક કરી હતી.
તપાસનીશ પીઆઈ એ. બી. ચૌધરીએ આરોપીને 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. સોમવારે બી ડિવિઝનના અદાલતે ગુરુવાર સુધી 3 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે ઘટના સ્થળ પર આરોપીને લઈ જઈ પંચનામું કર્યું હતું અને આરોપી પાસેથી હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી છરી અને ઘટના સમયે તેણે પહેરેલા કપડાં કબજે લીધા હતા. પ્રાથમિક પૂછપરછમાં સુરેશ ઉર્ફે કા વાઘુમલે ઘટનાના દિવસની સાંજે 7 વાગ્યાની આસપાસ મૃતક વૃદ્ધા પાસે રૂપિયા 4 લાખ ઉછીના લેવા ગયો હતો. પરંતુ સુનીતાબેને કોઈ વસ્તુ સિક્યુરિટી પેટે આપવાનું કહેતા ઉશ્કેરાઈ ગયો હતો અને છરીનો એક જ ઘા ગળા મારી હત્યા કરીને નાસી ગયો હોવાનું જણાવ્યું હતું. વૃદ્ધાના હત્યા કેસમાં અન્યની સંડોવણી, આરોપીનું ફાઈનાન્સિયલ બ્રેક ગ્રાઉન્ડ સહિતના મુદે સુરેશ ઉર્ફે કાનોની વધુ પૂછપરછ, તપાસ હાથ ધરી છે.