આવતીકાલે ઈસ્લામાબાદમાં ઈરાન-અમેરીકા વચ્ચે વાટાઘાટો શકય
વોશિંગ્ટન, તા.23
અમેરિકા અને ઈરાન વચ્ચે શુક્રવારે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં બેઠક યોજાવાની સંભાવના છે. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, પાકિસ્તાનની મધ્યસ્થી પછી બંને દેશો ટૂંક સમયમાં વાતચીતની ટેબલ પર પાછા ફરી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું છે કે આ બેઠક જલ્દી થવી શક્ય છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે વાટાઘાટોના મામલે ટૂંક સમયમાં ગુડન્યુઝ મળશે.
અમેરિકન પ્રમુખે એવો નિર્દેશ કર્યો હતો કે આવતા 36 થી 72 કલાકમાં ઇરાન સાથે ફરી વખત શાંતિ મંત્રણા શરૂ થઇ શકે છે. રાજદ્વારી ચેનલો વચ્ચે વાતચીત ચાલુ જ છે અને તેમાં પાકિસ્તાન મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે. પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદમાં જ બીજા રાઉન્ડની શાંતિ બેઠક શક્ય હોવાનું તેમણે ઉમેર્યું હતું.


