એલન મસ્કની ટેસ્લા કંપનીએ ઉડતી કાર રજુ કરી : રૂા.૪૮ લાખમાં બુકિંગ શરૂ કરાશે
(એજન્સી) વોશિંગ્ટન તા.૧૬
એલોન મસ્કની કંપની ટેસ્લાએ શુક્રવારે ઉડતી કાર રજૂ કરી. આ કારનું નામ રોડસ્ટર છે. ડેમો દરમિયાન, રોડસ્ટર એક મોટા વળાંકવાળા રેમ્પ પર ઉપર તરફ આગળ વધી અને સંપૂર્ણપણે ઊંધી થઈ ગઈ. ત્યારબાદ કાર રેમ્પ પરથી હવામાં ઊડી, હવામાં જ પલટી અને જમીન પર સુરક્ષિત રીતે ઉતરી ગઈ હતી. આ કારના નીચેના ભાગમાં લગાવવામાં આવેલા થ્રસ્ટર્સને કારણે આ શક્ય બન્યું. રોડસ્ટરની સેકન્ડ જનરેશન કારમાં થ્રસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. રોકેટમાં ઉપયોગમાં લેવાતા આ થ્રસ્ટર્સની મદદથી આ કાર ૧ સેકન્ડમાં ૯૭ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.
મસ્કે જણાવ્યું કે રોડસ્ટરમાં ૧૦ નોઝલ અને અલ્ટ્રા હાઈ પ્રેશર એર ટાંકીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમની મદદથી કાર હવામાં ઉછળી શકે છે અને જમીન પર પણ ઝડપથી ગતિ પકડી શકે છે. કારનું પ્રોડક્શન ૨૦૨૮માં શરૂ થશે.


