ઓખા-બેટ દ્વારકા વચ્ચેના સુદર્શન સેતુ નિર્માણ બાદના ભંગાર ભરેલા એક ટ્રક તથા રેતી-સિમેન્ટ સાથેનો ટ્રક ઝડપાયો : જીએસટી ચોરીનું કૌભાંડ ખૂલ્યુ

ઓખા-બેટ દ્વારકા વચ્ચેના સુદર્શન સેતુ નિર્માણ બાદના ભંગાર ભરેલા એક ટ્રક તથા રેતી-સિમેન્ટ સાથેનો ટ્રક ઝડપાયો : જીએસટી ચોરીનું કૌભાંડ ખૂલ્યુ

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.6
ઓખા-બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુના નિર્માણ વખતે વપરાયેલ સામામાંથી વધેલા ભંગારનું વેચાણ કરવાનું નકકી થયા બાદ સાત શખ્સે આ ભંગારની સાથે અન્ય એક ટ્રકમાં રેતી તથા સિમેન્ટના ચોરસા લઈ જવાનો કારસો ઘડી તે અંગે એક ટ્રકખું ખોટુ ઈ-વે બીલ જનરેટ કરી નખાતા સરકારને જી.એસ.ડી. ચોરીનો ધુમ્બો મારવાના કાવતરાનો એલ.સી.બી.એ પર્દાફાશ કરતા બંને ટ્રકોને રોકી પુછપરછ કરતા ભાંડો ફૂટયો છે. હાલમાં સાત શખ્સો સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે. જિલ્લા એલસીબીના પેટ્રોલીંગ દરમ્યાન ઓખા સિગ્નેચર બ્રીજના નિર્માણ વખતે વપરાયેલ સામાનના ભંગાર ભી બે મીની ટ્રકોને રોકી તલાશી લેતાં ભંગારના બદલે ટ્રકોમાંથી રેતી તથા સિમેન્ટની બનાવટની વસ્તુઓ મળી આવી હતી. તે બાદ ટ્રકનો વજન કરાવી બોગર ઈ-વે મેમો બનવાી લઈ જીએસટી ચોરી કરાતી હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. ઓખાથી વડોદરા તરફ જતા બંને ટ્રક અને તેનું પાયલોટીંગ કરતી બે મોટરકારને એલસીબીએ રોકી મુંબઈના ઈસરાર અહેમદ શેખ, મહંમદઅલી, હુસેન અનવરઅલી હુસેન, વડોદરાના મુકેશ બજરંગલાલ સુથાર, જયસુખ કારાભાઈ વાઢેર, ભરૂચના રવિ કુંદનભાઈ મિશ્રા, વડોદરાના નુરમિંયા શૌકતઅલી પઠાણ ઉર્ફે બબલુ, બબન શિવકુમાર ભારદ્વાજ, દેવાંશુ નારાયણ રાજપુત, કાળુ મનસુખભાઈ ભુરીયા, સુનીલ ઘુડાભાઈ ડામોર, નારાયણ મામલાભાઈ રાવત, મુન્શીભાઈ જોનભાઈ ડામોર, ઘારૂભાઈ મુકેશભાઈ ડામોર, અલિ ઉકા ડામોર નામના 14 શખ્સોની અટકાયત પણ કરાઈ છે. રૂા.30 લાખની બે મીની ટ્રક, રર લાખની પાઈલોટીંગ કરતી બે મોટર, વે-બ્રીજની ત્રણ પહોંચ, 11 મોબાઈલ, રેતી તથા સિમેન્ટના ચોરસા, લોખંડનો સ્ક્રેપ કબ્જે લેવાયા બાદ તપાસ દ્વારકાના પીએસઆઈ આર.એલ. ચોપડાને સોંપવામાં આવી છે.