કંગના રનૌતે રાહુલ ગાંધીની માતા પર ટીપ્પણી કરતા રાજકીય ધમાસાણ
(એજન્સી) નવી દિલ્હી તા.૧૩
સંસદમા લોકસભામા વિપક્ષના નેતા રાહુલ ગાંધી પેલેટગનના ઉપયોગ મામલે સરકાર પાસેથી સતત જવાબ માગી રહ્યા છે. આ મામલે ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે રાહુલ ગાંધી અને વિપક્ષ પર નિશાન સાધ્યું છે. કંગના રનૌતે રાહુલ ગાંધીના પરિવાર અને રાજકીય પૃષ્ઠભૂમિ પર પણ ટિપ્પણી કરી. રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, તેમની ‘ઇટાલિયન માતા‘એ તેમને લોકસભામા વિરોધ પક્ષના નેતા બનાવ્યા છે. કંગનાએ આગળ પ્રશ્ન કર્યો કે જો તેમની માતા ઇટાલિયન ન હોત તો રાહુલ ગાંધીનું રાજકીય અસ્તિત્વ શું હોત. કંગના રનૌતના નિવેદન બાદ, રાહુલ ગાંધી અને ભાજપ વચ્ચે રાજકીય શબ્દયુદ્ધ વધુ તીવ્ર બનવાની શક્યતા છે.


