ક્રુડ ઓઈલનું આયાત બીલ 61 ટકા વધ્યું : મોંઘવારી માઝા મુકશે
(એજન્સી) નવી દિલ્હી તા.22
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન પર વધુ હુમલા કરવાની ધમકીથી ક્રૂડ ઓઇલના ભાવમાં આગ ફરી ભડકી છે, જેના કારણે તેલના ભાવ 91 ડોલરથી ઉપર પહોંચી ગયા છે. હવે, હુથીઓના આગમન સાથે, વૈશ્વિક પુરવઠા માટેનો ખતરો મધ્ય પૂર્વથી આગળ અને કાળા સમુદ્રમાં ફેલાઈ ગયો છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી વિશ્વના ઇંધણ પુરવઠાના 20 ટકા ભાગ પહેલાથી જ ખોરવાઈ ગયો છે. જો કાળા સમુદ્રમાં નાકાબંધી પણ વધે છે, તો આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલના ભાવ ફરી એકવાર 100 ડોલરને વટાવી જશે, જેના કારણે વિશ્વભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે. ટ્રમ્પે કહ્યું કે જો ઈરાન સર્મથિત યેમેની હુતી બળવાખોરો લાલ સમુદ્રમાં શિપિગમાં વિક્ષેપ પાડશે તો તેઓ જવાબ આપશે.


