જૂનાગઢની શૈક્ષણિક સંસ્થા આલ્ફા હાઇસ્કૂલનું ગૌરવ : પાઠક પૂર્ણાની વુમન અન્ડર -૧૯ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી પામી
જૂનાગઢ તા.૧૬
આલ્ફા હાઇસ્કૂલના સંચાલક જી.પી.કાઠીની યાદી જણાવે છે આલ્ફા હાઇસ્કૂલ ૧૧ કોમર્સમાં અભ્યાસ કરતી પાઠક પૂર્ણા ભાવિકભાઈની તાજેતરમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા વુમન અન્ડર -19 T20 ટ્રોફી ટુર્નામેન્ટમાં સીલેકસન થયેલું છે. તેણી આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા માટે તાજેતર માં હૈદરાબાદ ગયેલ છે. પાઠક પૂર્ણા રાઈટ આર્મ ફાસ્ટ બોલર છે. તેને આપેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા વુમન અન્ડર -15 T20 ટુર્નામેન્ટમાં છતીસગઢ રાજ્યમાં આવેલા રાયપુર ખાતે ભાગ લીધેલ હતો આ ટુર્નામેન્ટમાં તેણીએ ૩ વિકેટ લીધેલ હતી. તેણીએ ઇન્ટરવેસ્ટ ઝોન વુમન અન્ડર -17 મુંબઈ ખાતે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ હતો અને તેમાં ૨ વિકેટ લીધેલ હતી આ ઉપરાંત તેણીએ SGFI નેશનલ લેવલ ટુર્નામેન્ટમાં પણ ભાગ લીધેલ હતો.આ ટુર્નામેન્ટ હરિયાણા ના રોહતક ખાતે યોજાયેલ હતી. આ ટુર્નામેન્ટમાં તેણી એ ૨ વિકેટ લીધેલ હતી. પાઠક પૂર્ણા ભાવિકભાઈ ક્રિકેટ ક્ષેત્રે વધુ ને વધુ પ્રગતિ કરે તેવી આલ્ફા પરિવાર શુભેચ્છા પાઠવે છે.


