દેશના સૌપ્રથમ ખાનગી આર્બીટર રોકેટ ‘વિક્રમ-1’નું સફળ લોન્ચિંગ

અંતરીક્ષ ક્ષેત્રે ભારતની ઐતિહાસીક ઉંચી ઉડાન : વડાપ્રધાને વૈજ્ઞાનિકોને ફોન કરીને અભિનંદન પાઠવ્યા

દેશના સૌપ્રથમ ખાનગી આર્બીટર રોકેટ ‘વિક્રમ-1’નું સફળ લોન્ચિંગ

(એજન્સી)     શ્રીહરીકોટા તા.18
દેશનું સૌપ્રથમ ખાનગી આર્બીટર રોકેટ વિક્રમ-1 સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. વિક્રમ-1 એ શ્રીહરીકોટાથી ઉડાન ભરી હતી. શ્રી હરિકોટા સ્થિત સતીષધવન અંતરીક્ષકેન્દ્રથી વિક્રમ-1નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.  આ લોન્ચિંગ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી આજે સવારે 11:30 વાગ્યે થવાનું હતું, પરંતુ લોન્ચના ૫ મિનિટ પહેલા કાઉન્ટડાઉનને રોકી દેવામાં આવ્યું. થોડી વાર હોલ્ડ કર્યા બાદ તેને ફરીથી શરૂ કરવામાં આવ્યું. ત્યારબાદ રોકેટને 12:05 વાગ્યે સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. વિક્રમ-1 ટેસ્ટ ફ્લાઇટ-1 ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. ભારતના પ્રથમ ખાનગી રીતે વિકસાવવામાં આવેલા ઓબિર્ટલ રોકેટે તેનું અંતિમ બર્ન પૂર્ણ કર્યું છે અને તેના પેલોડ્સને અંદાજે 450 કિમીની ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યા છે, જેની સાથે ભારત ખાનગી ઓબિર્ટલ લોન્ચ કરવાની ક્ષમતા ધરાવતો વિશ્વનો ત્રીજો દેશ બન્યો છે. કંપનીએ અગાઉ 2022માં ‘વિક્રમ-જી‘ સબઓબિર્ટલ રોકેટ લોન્ચ કર્યું હતું, જે 89.5 કિમીની ઊંચાઈ સુધી ગયું હતું. હવે ‘વિક્રમ-1‘ 450 કિમીની પૃથ્વીની નીચલી કક્ષા (લો અર્થ ઓબિર્ટ) સુધી પહોંચી ગયું છે.
કોસ્મોસ ડાયમંડ્સની કલાકૃતિ ‘કોસ્મિક બ્લૂમ‘ અને એક ખાસ માઇક્રો-આર્ટ પીસ પણ રોકેટમાં મોકલવામાં આવી રહ્યો છે. આ માઇક્રો-આર્ટ પીસ 18 કેરેટ સોનાથી બનેલો નાનો રોકેટ છે. તેના પર વૈજ્ઞાનિક સર સી વી રમણ, ડો. વિક્રમ સારાભાઈ અને ડો. કલામની સૂક્ષ્મ મૂતિર્ઓ કોતરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથથી લખેલો એક પોસ્ટકાર્ડ પણ રોકેટમાં મુકવામાં આવેલ છે. જેના પર ‘વંદે માતરમ‘ શબ્દ અંકિત કરેલો છે. દરમ્યાનમાં વિક્રમ-1ના સફળ લોન્ચિંગ બાદ વડાપ્રધાન મોદીએ સ્કાયરૂટ એરોસ્પેશ કંપનીની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું કે, અંતરીક્ષયાત્રામાં ભારતનો આ ઐતિહાસીક પડાવ છે.  વડાપ્રધાન મોદીએ વૈજ્ઞાનીકો સાથે ફોન પર વાત કરીને તેમને અભિનંદન પાઠવતા કહ્યું કે, આ સફળ મિશનથી યુવાનોને પ્રેરણા મળશે. અંતરીક્ષયાત્રામાં ભારત આત્મનિર્ભર બનવા માટે સક્ષમ છે. તેમ તેમણે જણાવ્યું હતું.