પાકિસ્તાનના ઈસ્લામાબાદ સ્થિત હોસ્પિટલમાં આગ લાગતા ૧પ નવજાત શિશુઓના કરૂણ મોત
(એજન્સી) ઇસ્લામાબાદ, તા. ૨૬
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં આવેલી ‘પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ‘ (PIMS) હોસ્પિટલમાં આજે સવારે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે.
હોસ્પિટલના ગાયનેકોલોજી વોર્ડમાં સવારે આશરે ૭ વાગ્યે ભીષણ આગ ફાટી નીકળતાં ૧૫ નવજાત શીશુઓનાં કરૂણ મોત નીપજ્યાં છે. આ બનાવને પગલે સમગ્ર હોસ્પિટલ પરિસરમાં ભારે અફરાતફરી અને શોક છવાઈ ગયો હતો.
સ્થાનિક મીડિયા અને હોસ્પિટલનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર, નર્સરીમાં રાખેલાં એર-કન્ડીશનરનું કમ્પ્રેસર ફાટવાના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગી ત્યારે વોર્ડમાં ૧૬ નવજાત બાળકો સારવાર હેઠળ હતાં, જેમાંથી માત્ર એક જ બાળકને બચાવી શકાયું હતું.


