પંજાબ નેશનલ બેંકને રૂા.ર૪૩૪ કરોડનો ધુંબો લાગ્યો : રીઝર્વ બેંકને જાણ કરાઈ
(એજન્સી) મુંબઈ તા.ર૭ :
હજું નિરવ મોદી- મેહુલ ચોકસીના રૂા.૧૪૦૦૦ કરોડના ડાયમંડ-ફ્રોડમાંથી બહાર આવી નથી ત્યાં જ સરકારી પંજાબ નેશનલ બેન્ક ફરી એક ફ્રોડ- નાણાકીય ગોટાળાનો શિકાર બની છે. રિઝર્વ બેન્કને પંજાબ નેશનલ બેન્ક દ્વારા સતાવાર જાણ કરવામાં આવી છે.
જીઇઈૈં ઈકવીપમેન્ટ ફાયનાન્સ લી. અને જીઈઇૈં ઈન્ફ્રાસ્ટ્રકચર ફાયનાન્સ લી.ના પ્રમોટરથી રૂા.૨૩૨૪ કરોડની પુરી લોન એક ફ્રોડ બેન્ક સાથે છેતરપીંડી છે. આ માહિતી ગઈકાલે સ્ટોક એકસચેંજને પણ આપવામાં આવી હતી.
કુલ રૂા.૩૨૭૦૦ કરોડનું અલગ અલગ બેન્કો નાણાકીય સંસ્થાઓનું કર્જ ધરાવતી આ માહિતી દેવાળીયા જાહેર થઈ છે અને તેને ઈન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કાનૂન હેઠળ ૨૦૨૩માં મુકવામાં આવી હતી જેમાં નેશનલ એસેટસ રીક્નટ્રકશન લી. તેને ખરીદી રહી છે.
પંજાબ નેશનલ બેન્કે એ પણ જાહેર કર્યુ છે કે આ બન્ને
કંપનીઓના કુલ ધિરાણ માટે બેન્કે પુરતું પ્રોવિઝન કર્યુ છે. મતલબ કે તેટલી રકમ નફામાંથી અલગ કરવામાં આવી છે. આ બન્ને કંપનીઓને રૂા.૧૨૪૦.૯૪ કરોડ અને રૂા.૧૧૯૩.૦૬ કરોડનું ધિરાણ છે. કોલકતા સ્થિત કનોરીયા ફેમીલી આ બન્ને કંપનીઓના પ્રમોટર હતા.


