પોરબંદરમાં મુરાદશાહ પીર દરગાહ હિંસા કેસમાં 4 વર્ષથી ફરાર મુખ્ય આરોપી ઝડપાયો
સરકારી જમીન પરની દરગાહના ડિમોલિશન બાદ પોલીસ પર હુમલાના ગુનામાં એલ.સી.બી.ની મોટી કાર્યવાહી : વિશેષ ડ્રાઈવ દરમ્યાન હાજી સલીમ કરીમભાઈ મુકાદમની ધરપકડ
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.30
પોરબંદર જિલ્લા એલ સી બી પોલીસને એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. વર્ષ 2022માં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી જમીન પર આવેલી મુરાદશાહ પીર (અણીયારી પીર) દરગાહના ડિમોલિશન બાદ સર્જાયેલી હિંસક ઘટનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર રહેલા મુખ્ય આરોપીની પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાંચ (એલ.સી.બી.) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 4 ઓક્ટોબર 2022ના રોજ નોંધાયેલા ગુનામાં ગેરકાયદેસર મંડળી રચી પોલીસ પર પથ્થરમારો અને ધારદાર માર્બલના ટુકડાઓ વડે હુમલો કરાયો હતો, જેમાં પાંચ પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનામાં આઈપીસીની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આઈપીસીની કલમ 143, 144, 147, 148, 149, 152, 186, 332, 335, 336, આ સમગ્ર ઘટનાની વિસ્તૃત વિગતો મુજબ 4 ઓક્ટોબર 2022ના રોજ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એક ગંભીર ગુનો નોંધાયો હતો. આ ગુનામાં 323, 324, 308, 120બી અને જી.પી. એક્ટની કલમ 135 મુજબ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. તે સમયે! પોરબંદર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન પર થયેલા દબાણને દૂર કરવાની ઝુંબેશ અંતર્ગત મુરાદશાહ પીરની દરગાહનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ જગ્યાની માલિકી અંગે કોઈ જ કાયદેસરનો હક્ક ન હોવા છતાં, કેટલાક તત્ત્વો દ્વારા હિંસા ફેલાવવાના બદઈરાદાથી એક પૂર્વઆયોજિત કાવતરું ઘડવામાં આવ્યું હતું. જેમાં રિક્ષા, બોલેરો પીકઅપ અને ટ્રક વાહનોમાં મોટી સંખ્યામાં લોકો બનાવના સ્થળે ઉમટી પડ્યા હતા અને એક ગેરકાયદેસર મંડળીની રચના કરી હતી. આ ગેરકાયદેસર મંડળીને પોલીસ દ્વારા વિખેરાઈ - જવાની વારંવાર સૂચના આપવામાંઆવી હોવા છતાં, તેઓએ કાયદાની કોઈ જ પરવા કર્યા વિના મંડળીમાં ચાલુ રહીને ભારે ધમાલ મચાવી હતી. તેઓએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે કાર્યરત પોલીસ કર્મચારીઓની જિંદગી જોખમાય તે રીતે બેફિકરાઈથી પથ્થરમારો કર્યો હતો તથા ધારદાર માર્બલના ટુકડાઓ વડે હુમલો કર્યો હતો. આ હિંસક હુમલામાં પાંચ જેટલા પોલીસ કર્મચારીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત, આ ટોળાએ પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી અને પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો પણ ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. આ ઘટના બાદ અનેક આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જેમાંના એક મુખ્ય આરોપીને પકડવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ હતી. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા નાઓ દ્વારા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે તા16/05/2026 થી તા.30/05/2026 સુધીની ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ અંતર્ગત, પોરબંદર એલ.સી.બી.ના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર આર. કે. કાંબરીયાના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.નો સ્ટાફ સઘન પેટ્રોલિંગ અને તપાસમાં જોડાયેલો હતો. તે દરમિયાન, એલ.સી.બી. ના એ.એસ.આઈ. બટુકભાઈ વિઝુંડા અને પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ ચૌહાણને એક ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે છેલ્લા ચાર વર્ષથી પોલીસને થાપ આપીને ફરાર રહેલા આરોપી હાજી સલીમ કરીમભાઈ મુકાદમ (ઉંમર વર્ષ60, રહેવાસી શીતલા ચોક રહેમાની મસ્જિદ પાછળ, મદીના કોલોનીને ઝડપી લીધો છે. આરોપીની ધરપકડ. પોરબંદર) કર્યા બાદ એલ.સી.બી. દ્વારા તેને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે.


