જૂનાગઢ જીલ્લામાં પોલીસની જુગારીઓ સામે તવાઈ ૪૧ જુગારીઓ ઝડપાયા
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૧૦
જૂનાગઢ સહિત જીલ્લાભરમાં પોલીસ દ્વારા જુગારની બદી સામે તવાઈ બોલાવતા ૪૧ જેટલા જુગારીઓને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર મેંદરડા પોલીસે ઝીંઝુડા ગામે આવેલ કરાર સીમ વિસ્તારમાંથી મુકેશભાઈ વલ્લભભાઈ સાવલીયા, જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ શામજી ઉંધાડ, કાનજી કેશવ વઘાસીયા, હાઈકમ અબ્બાસ કોટડીયા, ભુપત હીરા ડોંગા, જેનીલ પ્રવીણ જેઠવા, બહાદુર સવજી કોટડીયા, નાદીર અબ્દુલ કોટડીયાને રૂા.ર૬૬૩૦ રોકડ, ૭ મોબાઈલ મળી કુલ રૂા.પ૭૧૩૦ના મુદ્દામાલ સાથે જાહેરમાં જુગાર રમતા ઝડપી લીધેલ જયારે શીલ પોલીસે ખારાજાપા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા માનવ બાલુ ઘોડાદ્રા, સહદેવ વિરમ ભરડા, હાર્દિક અરૂણ માળી, હેમલ મના ભરડા, વિજય સામત ડાકી, કેતન મોહન ડાકીને રૂા.પ૩ર૦ના મુદ્દામાલ સાથે જયારે અન્ય એક દરોડામાં વિરોલ ગામેથી અશોક ભીખા કામળીયા, રાકેશ નેભા બાલસ, મુકેશ ભીખુ સવનીયા, યોગેશ રામદે વાઢીયા, ફેસલ યુસુફ ચૌહાણ, નેભા ચીના બાલસને રૂા.૧૮ર૩૦ના મુદ્દામાલ સાથે તેમજ દિવાસા ગામે રાતડાવાડી સીમ વિસ્તારમાંથી રમેશ મેણસી માલમ, પુનીત રામદે બારીયા, પિયુષ હીરા માવદીયા, લખમણ ધનજી વાજાને રૂા.૭૩ર૦ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે. માળીયા હાટીના પોલીસે નવા વાંદરવડ ગામેથી રોહીત વકમાત પીઠીયા, વિપુલ દેવાયત સોલંકી, વિક્રમ ભીમા પીઠીયા, સરમણ દેવશી પીઠીયા, પ્રતાપ ધીરૂ કેશોદા, પ્રકાશ હમીર ભેડા, ખીમા જગમાલ પીઠીયા, વલ્લભ કાળા નનેરા, રાજુ ભયલા ભેડા, ગોવીંદ સરમણ ભેટારીયા, પરબત ભગવાન ભેડા, પ્રકાશ વાલીંગ જેઠવાને રૂા.૧૦ર૪૦ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધેલ જયારે અન્ય દરોડામાં આંબલગઢ ગામે વાડી વિસ્તારમાં મકાન ધરાવતા ભાવેશ કેશુભાઈ મહેતા અને પરેશ નટવરલાલ ઉનડકટે ભાગીદારીમાં જુગાર અખાડો ચાલુ કર્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા બંને ભાગીદારો સહિત સરફરાજ ઈકબાલ કુરેશી, ગીરીશ ગોવીંદ મહેતાને રોકડ રૂા.૩૯૧ર૦ અને નાલના રૂા.૩ર૦૦, ૧ ફોર વ્હીલ મળી કુલ રૂા.૧,રર,૩ર૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ જયારે વિજય પરસોતમ ગોહેલ, દિનેશ હરી કાનાબાર અને કૈલાશ પ્રભાશંકર મહેતા નાસી છુટતા પોલીસે તમામ આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


