રાણાવાવ બાયપાસ ઉપરથી બાઈક પર ૩ કિલોથી વધુ ગાંજાની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા

રાણાવાવ બાયપાસ ઉપરથી બાઈક પર ૩ કિલોથી વધુ ગાંજાની હેરાફેરી કરતા  બે શખ્સો ઝડપાયા

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૧૭
એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેક્ટર વાય.જી. માથુકીયા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર આર.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ મોડી રાત્રે વોચમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, રૂપામોરા (તા. ભાણવડ) નો રહેવાસી બિપિન રૂડાભાઈ ખાવડુ તથા રાણાવાવનો સુમિત જેઠાભાઈ કારેણા હીરો ડીલક્સ મોટરસાયકલ પર ગાંજાનો જથ્થો લઈ પસાર થવાના છે. આ આધારે પીપળીયા અન્ડરબ્રિજ પાસે વાહન રોકી તપાસ કરતાં ૩ કિલો ૨૪૦ ગ્રામ સુકો ગાંજો (કિં. રૂા.૧,૬૨,૦૦૦), બે મોબાઇલ ફોન તથા મોટરસાયકલ મળી કુલ રૂા.૨,૦૨,૦૦૦નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં (૧) સુમિત જેઠાભાઈ કારેણા (ઉ.વ. ૨૧), રહે. રાણાવાવ અને (૨) બિપિન રૂડાભાઈ ખાવડુ (ઉ.વ. ૩૩), રહે. રૂપામોરા, તા. ભાણવડનો સમાવેશ થાય છે. તપાસમાં ગાંજો ઓરિસ્સાના સીમલુગડા ગામેથી મંગાવેલો હોવાનું બહાર આવ્યું છે. આ મામલે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ ૧૯૮૫ની કલમ ૮(સી), ૨૦(બી)(૨-બી) તથા ૨૯ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં એસ.ઓ.જી. પોરબંદરના અધિકારી અને કર્મચારીઓમાં પોલીસ ઇન્સપેક્ટર વાય.જી. માથુકીયા, પોલીસ સબ ઇન્સપેક્ટર  આર.એ.ઝાલા, એ.એસ.આઈ. મહેબુબખાન બેલીમ, દિપકભાઇ ડાકી, પો.હેડ.કોન્સ. ભરતસિંહ ગોહીલ, હરદાસભાઇ ગરચર, અરજનભાઈ ઓડેદરા, દીલીપભાઈ સહીત એસ.ઓ.જી. પોરબંદર નાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.