કેશોદના શેરગઢ ગામે પ શખ્સો જુગાર રમતા ઝડપાયા

કેશોદના શેરગઢ ગામે પ શખ્સો જુગાર રમતા ઝડપાયા
SHUTTER STOCK

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા. ૧૧
કેશોદના શેરગઢ ગામે ખોખાવાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પ શખ્સોએ કેશોદ પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે. 
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર કેશોદ પોલીસે શેરગઢ ગામે આવેલ ખોખાવાડી વિસ્તારમાં વાડીમાં જુગાર રમતા નાનજી લખમણ વડારીયા, મગન મોહન હીંસુ, હીરા ધરમશી દુધાત્રા, રાજા ગાંગા ઓડેદરા અને ભરત વશરામ ગરેજાને રૂા.૩૬૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.