પ્રભાસ-પાટણ પોલીસ સ્ટેશનની શૈક્ષણીક મુલાકાત લેતા પોદાર સ્કૂલના વિદ્યાર્થી
(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ-પાટણ તા.૧૪
પ્રભાસ-પાટણ પોલીસ સ્ટેશનની શૈક્ષણીક મુલાકાતે વેરાવળ પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલના ધો.૩, ૪, અને પના ૧પ૦ જેટલા વિદ્યાર્થી બાળકો-બાલીકોઓએ મુલાકાત લીધી હતી. પોલીસ ઈન્સ્પેક્ટર એમ.કે. વણારકાએ સૌ બાળકોને આવકાર્યા હતા અને પોલીસ સ્ટેશન સબંધીત જાણકારી અને કઈ રીતે કામગીરી કરાય છે તે જે તે વિભાગમાં લઈ જઈ પોલીસ અધિકારી કુલદિપસિંહ પરમારે સમજણ આપી હતી અને વિવિધ હથિયારો તથા પોલીસ ઉપયોગી સાધનોની જાણકારી તથા માહિતી આપી તેઓને પ્રત્યક્ષ નિર્દેશન કરી ભણતર ઉપયોગી તથા વધારાના જ્ઞાન આપી જેને બાળકોએ રસપૂર્વક જાેઈજાણી સંતોષ અનુભવ્યો અને સ્કૂલ પ્રિન્સીપાલ તથા બાળકોએ પ્રભાસ-પાટણ પોલીસ સ્ટેશનનો આભાર માન્યો હતો.


