માંગરોળથી કંકાસા વાયા મકોડા વડલીના ડામર રોડનું ખાતમુહૂર્ત 

માંગરોળથી કંકાસા વાયા મકોડા વડલીના ડામર રોડનું ખાતમુહૂર્ત 

માંગરોળ તા. ૬
માંગરોળથી કંકાસા વાયા મકોડા વડલીના આશરે ૪.૨ કિ.મિ.ના ડામર રોડનું આજે ખાતમુહૂર્ત કરાયું હતું. આઝાદી બાદ રૂ.૨.૫૬ કરોડના ખર્ચે પ્રથમ વખત નિર્માણ પામનારા આ રસ્તાથી કંકાસા, રહીજ, લોએજ, મેણજ, ચંદવાણા ઉપરાંત મકોડા વડલી ઓ.જી. વિસ્તાર, કરાળ પા તેમજ વાધાણી સીમ સહિતના વિસ્તારના લોકોને ફાયદો થશે. આજે ખાતમુહૂર્ત પ્રસંગે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળ ઘાંચી સમાજના પ્રમુખ હાજી મોહમદ હાજી અબા, પાલિકા ઉ.પ્ર. અબ્દુલ્લામીયા સૈયદ, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, જી.પં. ઉ.પ્ર. જેઠાભાઈ ચુડાસમા, તા.પં. પ્રમુખ નારણભાઈ વાજા, વનરાજભાઈ ખેર, યુસુફભાઈ ચુડલી તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.