યુધ્ધ વધુ ભીષણ બન્યું : રીયાધમાં અમેરીકી દુતાવાસ પર ડ્રોન હુમલો

યુધ્ધ વધુ ભીષણ બન્યું : રીયાધમાં અમેરીકી દુતાવાસ પર ડ્રોન હુમલો

(એજન્સી)          તેહરાન તા.૩ :
પશ્ચિમ એશિયામાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલું સંઘર્ષ હવે પૂર્ણ કક્ષાના મહાયુદ્ધમાં ફેરવાઈ ગયું છે. ૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભીષણ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતોલ્લાહ ખામેનેઈના મોતે વિશ્વભરના શિયા સમુદાયમાં આક્રોશ જન્માવ્યો છે. ઈરાને હવે આ હત્યાનો બદલો લેવા માટે અમેરિકી સૈન્ય મથકો અને ઈઝરાયેલ સહિત પાડોશી 
દેશો પર મિસાઈલ અને ડ્રોન હુમલા તેજ કર્યા છે.
સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં આવેલા અમેરિકી દૂતાવાસ પર ડ્રોન 
હુમલો થતા વિસ્ફોટોના અવાજ સાંભળવા મળ્યા હતા અને રાજદ્વારી વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.