રાજસ્થાનમાં એકસપ્રેસ-વે પર બસ-ટ્રક વચ્ચે ભયાનક ટક્કર : 8 મુસાફરોના મોત

રાજસ્થાનમાં એકસપ્રેસ-વે પર બસ-ટ્રક વચ્ચે ભયાનક ટક્કર : 8 મુસાફરોના મોત

(એજન્સી)      દૌસા તા.1
રાજસ્થાનના દૌસા જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર બસ આગળ જઈ રહેલા ટ્રક સાથે અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ બંને વાહનોમાં આગ લાગી ગઈ.
અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત થયા છે. દૌસા એસપી પીયૂષ દીક્ષિતે જણાવ્યું કે આ અકસ્માત કોલવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત મોડી રાત્રે લગભગ 2.30 વાગ્યે થયો હતો.
બસ ઋષિકેશથી ઈન્દોર જઈ રહી હતી. મળતી માહિતી મુજબ, 6 લોકોના મોત આગમાં દાઝી જવાથી અને બે લોકોના માથામાં ઈજા થવાને કારણે થયા છે. આ અકસ્માતમાં 21 લોકો ઘાયલ થયા છે. તેમને દૌસા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સ્થાનિક લોકોએ બચાવ કામગીરીમાં વિલંબના આરોપો લગાવ્યા છે. એક ગ્રામીણનો દાવો છે કે બસના સ્ટોરેજ બોક્સમાં સિગારેટના પેકેટ ભરેલા હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી. અકસ્માત બસ ડ્રાઈવરને ઝપકી આવવાને કારણે થયો છે. એક્સપ્રેસવે પર લાગેલા કેમેરાની પણ તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માતને જોતા આશંકા છે કે બસની સ્પીડ ઘણી વધારે હતી.