લોકલ બિઝનેસ મોડેલ : કાંઈ ન બચ્યું તો લોકોને બજારમાંથી વસ્તુ લાવી આપવાનો ધંધો શરૂ કર્યો

કોરોનામાં ટિકીટ બુકીંગ અને પાસપોર્ટનો ધંધો બંધ થઈ ગયો, ભાઈ અને બનેવીની ટ્રીટમેન્ટ પાછળ મૂડી તો ધોવાઈ, ઉપરથી દેવું થઈ ગયું જૂનાગઢમાં ઘણી ખાણીપીણીની રેંકડીના ધંધાર્થીઓ પણ અશ્ફાકભાઈ પાસે દહીં-છાશ મંગાવે એટલે તેમને નિયમીત અને સારો એવો ધંધો પણ મળી જાય છે.

લોકલ બિઝનેસ મોડેલ : કાંઈ ન બચ્યું તો લોકોને બજારમાંથી વસ્તુ લાવી આપવાનો ધંધો શરૂ કર્યો

જૂનાગઢ તા.17
રાત્રિનાં સમયે દૂધ, દહીં, છાશ કે કોઈ વસ્તુની જરૂરિયાત ઉભી થાય એટલે સવાર સુધી તમારે વાટ જાેવી પડે. પણ જાે તમારી પાસે જૂનાગઢનાં અશ્ફાકભાઈ અનીસભાઈ મુન્શીનો ફોન નંબર હોય તો એ તમને ઓર્ડર લઈને જે વસ્તુ પોતાની પાસે હાજર હોય એ તરત તમારે ઘેર પહોંચતી કરે. જૂનાગઢના મુલ્લાવાડામાં રહેતા અશ્ફાકભાઈ કહે છે, મારે કોરોના પહેલાં રેલ્વેની ટિકીટ બુકીંગ અને પાસપોર્ટ એજન્ટનો ધંધો હતો. કોરોના વખતે તો ટ્રેનો બંધ હતી અને વિદેશ પ્રવાસો પણ બંધ હતા એટલે ધંધો ઠપ્પ થઈ ગયો હતો. એવામાં મારા ભાઈ અને બનેવી બંનેને કોરોનામાં હોસ્પિટલાઈઝ કરવા પડ્યા હતા. બધી બચત એમાં ખર્ચાઈ ગઈ અને ઉપરથી દેવું થઈ ગયું. બીજાે કોઈ રસ્તો નહોતો સૂઝતો. એવામાં મારા મિત્રના માહીનાં દૂર પાર્લરમાં બેસતો અને તેનો હિસાબ રાખતો. એમાં એક વખત કોઈને દૂધની હોમ ડિલીવરી કરી અને એમાંથી આ ધંધાનો આઈડિયા આવ્યો. તેઓ વધુમાં કહે છે, શરૂઆતમાં તો હું દૂધ, દહી, છાશની જ હોમ ડિલીવરી કરતો. એમાં સર્વીસ ચાર્જ લેતો. ધીમે ધીમે બધી બ્રાન્ડનાં દહીં, દૂધ, છાશનું કામ કરવા લાગ્યો. મારી પાસે ઈલેક્ટ્રીક બાઈક હતું એટલે પેટ્રોલનો ખર્ચ ન આવતો એનો ફાયદો થતો. એમાંને એમાં લોકો ડેરીની વસ્તુ ઉપરાંત કરિયાણાની વસ્તુઓ પણ મંગાવતા થયા. એ હું તેઓ કહે એ દુકાનેથી લાવી આપતો. એમાં સર્વીસ ચાર્જ તરીકે ૧૦-ર૦ રૂપિયા લઉં છું. જાે ગરીબ કે નબળી આર્થિક પરિસ્થિતિના લોકો હોય તો સર્વીસ ચાર્જ પણ નથી લેતો. હવે તો લોકો બ્રેડ જેવી બેકરીની વસ્તુઓ, રેસ્ટોરન્ટોમાંથી તેમના ઓર્ડર પ્રમાણેનું જમવાનું સહિત મારી પાસે મંગાવતા થયા છે. હું તેમને એ પ્રમાણે ઓર્ડરની ડિલીવરી આપી દઉં. પેમેન્ટ એ લોકો ઘણી વખત ડિલીવરી વખતે પણ આપે તો ઘણી વખત સીધા ઓનલાઈન પણ આપી દે. હવે તો મારી પાસે ઈલેક્ટ્રીકથી ચાલતી કાર્ટ પણ છે. એમાં વધુ સામાન રાખી શકાય છે.
ર૪ કલાક સર્વીસ મળે
અશ્ફાકભાઈ કહે છે, મને કોઈ અડધી રાત્રે ઓર્ડર આપે તો પણ હું મારી પાસે હાજર હોય અથવા એ સમયે તેની દુકાન ખુલ્લી હોય તો લઈને તેમને પહોંચાડી દઉં. બાકી અડધી રાત્રે દૂધ, દહીં, છાશ તો મળી જ જાય. આ માટે મેં મારે ઘેર ફ્રીઝ પણ વસાવ્યું છે.