ઉપલા દાતારની જગ્યા ખાતે મકરસંક્રાંતિ પર્વની ભવ્ય ઉજવણી
ગૌશાળાની ગાયોને ઘુઘરી આપવામાં આવી હતી, ભાવિકો માટે ભોજન-પ્રસાદની વિશેષ સેવા ઊભી કરાઇ
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧પ
જૂનાગઢ ઉપલા દાતારની ટેકરી ઉપર મકરસંક્રાંતિના પાવન દિવસે ભાવિકોનો અવિરત પ્રવાહ દાતાર બાપુના દર્શને જયચડ્યો હતો. દાતારના મહંત ભીમબાપુએ પધારેલા તમામ ભાવિકો માટે સુંદર મજાની ભોજન પ્રસાદની વ્યવસ્થા ઉભી કરાઈ હતી અને સાથે સાથે દાતારની ગૌશાળામાં ગૌ માતાને પણ આજે મકરસંક્રાંતિના પાવન દિવસે ગાયોને પણ સરસ મજાની ઘુઘરી અને ઘાસચારો અને ખાણ પીરસાયું હતું. ફૂલ ગુલાબી ઠંડીમાં આટલી ઊંચાઈ ઉપર આવેલી દાતારની ટેકરી દાતારની જગ્યા ખાતે મકરસંક્રાંતિના પાવન દિવસે વહેલી સવારથી જ યાત્રિકોનો અવિરત પ્રવાહ દાતારના દરબારમાં જઈ રહ્યો હતો. જ્યાં દાતાર બાપુના દર્શન કરી લોકો ધન્ય બન્યા હતા અને સાથે સાથે જગ્યા ખાતે મહંત ભીમબાપુ દ્વારા પધારેલા તમામ ભાવિકો માટે સુંદર મજાની ભોજન પ્રસાદની વ્યવસ્થા ઉભી કરાઈ હતી. જેમાં દાતારના સેવકોએ ખડે પગે રહી અને સેવાઓ આપી હતી. વચ્ચે સમય મળતા પૂજ્ય ભીમ બાપુએ દાતારની જગ્યાના જંગલમાં પણ વિહાર કરી અને વન્ય સૃષ્ટિને માણી હતી અને ગૌશાળાની ગાયોને ભરપેટ ભોજન કરાવ્યું હતું.



