જૂનાગઢ કોર્પોરેશન દ્વારા બેઠા થાળે ટેન્ડર આપવાના મામલે ગુજરાત તકેદારી આયોગને વિપક્ષ કોંગ્રેસ દ્વારા ફરિયાદ

જીઆઈપીએલને ટેન્ડર આપી દેવા અંગે વિપક્ષ કોંગ્રેસની ફરિયાદ બાદ ગુજરાત તકેદારી આયોગ દ્વારા તપાસ શરૂ

જૂનાગઢ કોર્પોરેશન દ્વારા બેઠા થાળે ટેન્ડર આપવાના મામલે ગુજરાત તકેદારી આયોગને વિપક્ષ કોંગ્રેસ દ્વારા ફરિયાદ

જૂનાગઢ તા.૧૦
જૂનાગઢ મનપાના શાસકો દ્વારા લેગેસીવેટના નિકાલ માટે જય વચ્છરાજ એજન્સીને બેઠા થાળે ટેન્ડર આપવાનો ઠરાવ તેમજ જીઆઈપીએલને રૂા. ૬.પ૦ કરોડનું ટેન્ડર કોઈ કાર્યવાહી વિનાઆપવાની કાર્યવાહી સામે વિરોધ દર્શાવી અને જે અંગેની રજુઆત અને ફરિયાદ ગુજરાત તકેદારી આયોગમાં વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા લલીત પરસાણાએ કરતા ગુજરાત તકેદારી આયોગ દ્વારા આ અંગે તપાસ શરૂ કરવામાં આવતા જૂનાગઢ મનપા વર્તુળમાં ખળભળાટ મચી જવા પામેલ છે. 
આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર જૂનાગઢ મહાનગરપાલીકાના ભાજપના શાસકો દ્વારા નિયમ ભંગ કરીને જે વહીવટ કરવામાં આવી રહ્યો છે તેવી અનેક ફરિયાદો ઉઠેલી છે તેમજ વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ પ્રજાકીય કામો અંગે સતત સતર્ક-જાગૃત રહી અને શાસકોના મનઘડત નિર્ણયની સામે મેદાને આવે છે અને ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરવામાં આવે છે. દરમ્યાન આવુ જ એક વધુ પ્રમાણ બહાર આવ્યું છે. જૂનાગઢ મનપાની સ્ટેન્ડીંગ કમિટી દ્વારા કચરાના નિકાલ એટલે કે લેગેસીવેટ બાબતે ૩ ઠરાવો કરવામાં આવેલ અને જય વચ્છરાજ એજન્સીને બેઠા થાળે રૂા.પ.રપ કરોડની રકમનું ટેન્ડર આપવામાં આવેલ છે તેનું વિજીલન્સ કમિશ્નર ગાંધીનગરમાં ફરિયાદ કરવામાં આવી હોવાનું વિરોધપક્ષના નેતા લલીત પણસારાએ જણાવ્યું હતું. વિશેષમાં લલીત પણસાાએ જણાવ્યું હતું કે, અગાઉ પણ જીઆઈપીએલની ફરિયાદ આઠમાં મહિનામાં કરવામાં આવી હતી અને તે બાબતે વિજીલન્સ દ્વારા પુરાવા રજુ કરવા જણાવવામાં આવ્યું હતું ત્યારે ગાંધીનગર તકેદારી આયોગમાં ૩૦ થી ૩પ પુરાવાઓ રજુ કરવામાં આવ્યા છે. લેગેસીવેટ અંગે જય વચ્છરાજને રૂા.પ.રપ કરોડનૃં ટેન્ડર બેઠા થાળે આપી દેવા બાબતે પણ ગુજરાત તકેદારી આયોગમાં ફરિયાદ કરવામાં આવી છે તેમજ અગાઉ રૂા.૬.પ૦ કરોડનું જીઆઈપીએલ કંપનીને જે બેઠા થાળે ટેન્ડર આપી દીધું છે તેના વિરોધમાં પણ તકેદારી આયોગમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ બન્ને ફરિયાદોને લઈને જીઆઈપીએલનાં મામલાની તપાસ પણ ચાલુ છે અને તેમાં પણ કાયદેસરના પુરાવા હતા તે અંગેના પુરાવા તકેદારી આયોગને આપી દેવામાં આવ્યા હોવાનું વિરોધ પક્ષના નેતા લલીત પરસાણાએ જણાવ્યું છે.