પવિત્ર ધનુર્માસ એકાદશી અને મકરસંક્રાંતિ પર્વ નિમિતે શ્રી કષ્ટભંજનદેવ દાદાને પ્રાકૃતિક થીમના વાઘા ધરાવી દાદાના સિંહાસન, મંદિરને રંગબેરંગી શેવન્તીના ફુલો દ્વારા પતંગ-ફીરકીનો પ્રાકૃતિક થીમનો દિવ્ય શણગાર કરાયો

પવિત્ર ધનુર્માસ એકાદશી અને મકરસંક્રાંતિ પર્વ નિમિતે શ્રી કષ્ટભંજનદેવ દાદાને પ્રાકૃતિક થીમના વાઘા ધરાવી દાદાના સિંહાસન, મંદિરને રંગબેરંગી શેવન્તીના ફુલો દ્વારા પતંગ-ફીરકીનો પ્રાકૃતિક થીમનો દિવ્ય શણગાર કરાયો

(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.૧પ
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ એકાદશી એવં પવિત્ર મકરસંક્રાંતિ પર્વ નિમિતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી (અથાણાવાળા) ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી  તા.૧૪ જાન્યુઆરી ૨૦૨૬ને  બુધવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને પ્રાકૃતિક થીમના વાઘા ધરાવી દાદાના સિંહાસન,મંદિરને રંગબેરંગી શેવન્તીના ફુલો દ્વારા પતંગ-ફીરકીનો પ્રાકૃતિક   થીમનો દિવ્ય શણગાર કરી સવારે ૫:૪૫ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી તેમજ દાદાને મમરા-તલના લાડુ, કાળા-સફેદ તલ-દાળિયાની ચીકી, શીંગ-ખજુર-ડ્રાયફ્રૂટ, ટોપરા વિગેરના પાક,કચરિયું વિગેરેનો અન્નકૂટ ધરાવીને આવ્યો હતો. પવિત્ર મકરસંક્રાંતિ પર્વ નિમિતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણા વાળા) મકરસંક્રાંતિ પર્વની હાદિર્ક શુભેચ્છાઓ આપી હતી. મંદિરની ગૌશાળામાં મકરસંક્રાંતિ પર્વ નિમિતે  દિવ્ય ગૌ પૂજન ઉત્સવ સવારે ૯ થી ૧૧ કલાક દરમિયાન ૧૦૮ ગાયોનું- યજમાનો એવં સંતો દ્વારા દિવ્ય પૂજનનું આયોજન કરવામાં આવેલ દિવ્ય ગૌ પૂજન અંતર્ગત ૧૦૮ ગૌ વંશ દર્શન, ૧૦૮ ગૌ વત્સ દર્શન, ગૌ ચરણ પ્રક્ષાલમ,કેસર જળથી સ્નાન, ગૌ અર્ધ્ય પ્રદાન,રેશમ વસ્ત્ર સમર્પણ, ગૌમાતાને ગોળની મીઠાઈઓનો ગૌશાળ,પુષ્પવૃષ્ટિ, ગૌ મહાનીરજનમ તથા ગૌપાલક પૂજન વિગેરેનું આયોજન કરવામાં આવ્યુ હતું. વિશ્વ કલ્યાણ અને પારિવારિક શાંતિના અર્થે ધનુર્માસ (તા. ૧૬ ડિસેમ્બર ૨૦૨૫ થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૬) દરમિયાન શ્રી હરિ મંદિરમાં "શ્રી હનુમાન ચાલીસા" ના પાઠ અને "ૐ નમો હનુમતે ભયભંજનાય સુખમ્ કુરુ ફટ્ સ્વાહા" મંત્રના જપ યજ્ઞની પૂર્ણાહુતી બપોરે ૧૧:૩૦ કલાકે કરવામાં આવેલ છે. દાદાના શણગાર-આરતી-દર્શનનો અમૂલ્ય લ્હાવો હજારો  ભકતોએ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધો હતો.