'શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપો' ના નારા સાથે દિલ્હીમાં જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટીનું પ્રદર્શન : સુરક્ષાદળો એલર્ટ
(એજન્સી) નવી દિલ્હી,તા.6
કોકરોચ જનતા પાર્ટી- સીજેપીના ફાઉન્ડર અભિજીત દીપકે જંતર-મંતર પર દેખાવો કરવા દિલ્હી પહોંચી ગયા છે. તેમણે આંદોલનમાં સામેલ થનારા લોકોને પુસ્તક અને તિરંગો સાથે લઈને આવવાની અપીલ કરી છે. આ લખાઈ રહ્યું છે ત્યારે પ્રાપ્ત અહેવાલ મુજબ શિક્ષણમંત્રી ધર્મેન્દ્રપ્રધાન રાજીનામું આપોના નારા સાથે પ્રદર્શન શરૂ થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે, ગત મહિને ચીફ જસ્ટીસ સુર્યકાંત દ્વારા કોર્ટમાં સુનાવણી દરમિયાન કેટલીક વ્યક્તિઓને 'કોકરોચ' અને 'પરજીવી' કહ્યા હતા, જેના વિરોધમાં કોકરોચ જનતા પાર્ટી બની હતી. તેમાં ઓનલાઈન આંદોલનને હવે એક સંગઠીત અભિયાનનું રૂપ પકડી લીધું છે.
જંતર-મંતર પર યોજાઈ રહેલા પ્રદર્શનમાં ફાઉન્ડર અભિજીત દીપકે પણ હાજર છે. હજારો પ્રદર્શનકારીઓ ભેગા થયા છે. શિક્ષણ મંત્રી રાજીનામું આપોના નારા લગાવવામાં આવી રહ્યા છે.
અભિજીત શનિવારે સવારે 7:45 વાગ્યે અમેરિકાથી દિલ્હી પહોંચ્યા. તેઓ લગભગ એક કલાક પછી એરપોર્ટથી બહાર આવ્યા. બહાર આવવામાં મોડું થવાનું કારણ સામે આવ્યું નથી. અભિજીતે બહાર આવીને આંબેડકરનું પુસ્તક હાથમાં લીધું.
આ જ પુસ્તકને લઈને તેઓ પ્રદર્શન પણ કરી રહ્યા છે. જંતર-મંતર પર કોક્રોચ જનતા પાર્ટીનું આજે પહેલું પ્રદર્શન યોજાઈ રહ્યું છે. આ વિરોધ NEET-UG પેપર લીક અને CBSE, CUET SSC-GD જેવી પરીક્ષાઓમાં થયેલી ગડબડીઓ વિરુદ્ધ છે.


