શ્રી સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રહ્મ સેવા સમિતિ-જૂનાગઢ દ્વારા આયોજિત નવરાત્રી રાસોત્સવનાં વિજેતા ખેલૈયાઓને સન્માનીત કરાયા

નવરાત્રીના સમાપન પ્રસંગે કિંગ અને ક્વીન, પ્રિન્સ પ્રિન્સેસ જાહેર કરાયા

શ્રી સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રહ્મ સેવા સમિતિ-જૂનાગઢ દ્વારા આયોજિત નવરાત્રી રાસોત્સવનાં વિજેતા ખેલૈયાઓને સન્માનીત કરાયા

જૂનાગઢ તા. રર
શ્રી સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રહ્મસેવા સમિતિ દ્વારા સતત ૧૦ વર્ષ ની સફળતા બાદ ૧૧મા વર્ષે સફળતાપૂર્વક નવરાત્રી મહોત્સવની ઉત્સાહમય ઉજવણી કરવામાં આવી હતી. ભુતનાથ મંદિરના ગ્રાઉન્ડમાં આ મહોત્સવમાં પૂજન અર્ચન દર્શન અને આરાધનામાં દાંડિયાના તાલે અંતરની લાગણીએ સૌ પરિવાર સાથે નવરાત્રીનો આનંદ માણવામાં આવ્યો હતો. નાના બાળકથી લઈને સીનીયર સીટીઝનએ પણ રાસોત્સવને માણ્યો હતો. કાર્યક્રમનાં પથદર્શક શૈલેષભાઈ દવે સનતભાઈ પંડયા મહેન્દ્રભાઈ ભટ્ટ સમિતીના પ્રમુખ આકાશભાઈ દવે,મહામંત્રીશ્રી કેતનભાઇ ભટ્ટ, ઉપ-પ્રમુખ વિરાજ ભાઈ પંડ્યા, જીગ્નેશભાઈ ભટ્ટ પિયુષભાઈ પુરોહિત, નિરવભાઇ પુરોહિત, ભાર્ગવભાઈ દવે સહિત સીતાબેન દવે જાગૃતીબેન પુરોહિત તેમજ સમિતીની સમગ્ર ટીમ અને કાર્યકર ભાઈઓ તેમજ બહેનો માટે સમગ્ર સોરઠીય શ્રી ગૌડ માળવીય બ્રહ્મસેવા સમિતિના આ આયોજનમાં જ્ઞાતિસમાજની માતાઓ-બહેનો ભાઈઓ માટે ભુતનાથ મંદિરના ગ્રાઉન્ડમાં યોજાયેલા નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અને સમાપન પ્રસંગે આટલા દિવસ થયા નાના મોટા તમામ ખેલૈયાઓએ જે કલા દર્શાવી હતી તે ખેલૈયાઓમાંથી સારૂ પર્ફોમ્નસ દર્શાવનાર ખેલૈયાઓનાં પસંદગી કરવામાં આવી હતી. અને તેઓનાં નામો જાહેર કરી અને સન્માનીત કરવામાં આવેલ હતા. કીંગ-હેમાંગ ભટ્ટ અને કવીન- પ્રથા પુરોહિત બન્યા હતા, તેમને ઇનામોની વણઝાર થઈ હતી આ ઉપરાંત નવરાત્રી રાસોત્સવ લા.સા. ઓર્કેસ્ટ્રા ગ્રુપના સથવારે યોજવામાં આવ્યો હતો. જેમાં સમીરભાઈ પારેખ શૈલેષભાઈ નાંઢા દ્વારા સૌ ગરબા રસિકોને રાસે રમાડયા હતા અને આયોજકોની જહેમતથી સફળતાપૂર્વક કાર્યક્રમ સંપન્ન થયો હતો તેમ રાજુભાઈ પુરોહીતની યાદીમાં જણાવેલ છે.