સાઉદી અરબ ૪પ ભારતીય નાગરીકોના મૃતદેહો ભારતને નહીં સોંપે

સાઉદી અરબ ૪પ ભારતીય નાગરીકોના મૃતદેહો ભારતને નહીં સોંપે

(એજન્સી)             રિયાધ તા.૧૮
રવિવારે મોડીરાત્રે સાઉદી અરેબિયાના મક્કા-મદીના હાઇવે પર બસ અકસ્માતમાં મૃત્યુ પામેલા ૪૫ ભારતીય નાગરિકોના મૃતદેહ ભારત પરત મોકલવામાં આવશે નહીં. સાઉદી વહીવટીતંત્રે ભારતીય દૂતાવાસને સ્પષ્ટતા કરી છે કે તમામ મૃતદેહોને સ્થાનિક કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે.
મક્કાથી મદીના જઈ રહેલી ઉમરાહ યાત્રાળુઓને લઈ જતી બસ રસ્તાની બાજુમાં ઊભી હતી ત્યારે પાછળથી આવતા એક ફ્યૂઅલ ટેન્કરે બસને ટક્કર મારી દીધી. મોટા ભાગના મૃતકો હૈદરાબાદના હતા.
મક્કા-મદીના ક્ષેત્રમાં મૃત્યુ પામેલા મુસ્લિમ યાત્રાળુઓને દફનાવવા એ એક ધામિર્ક અને વહીવટી પરંપરા છે. મોટા ભાગના મૃતદેહો એટલા ખરાબ રીતે બળી ગયા છે કે તેમની ઓળખ થઈ શકતી નથી. સાઉદી અધિકારીઓના મતે, આવા અકસ્માતોમાં ગંભીર રીતે બળી ગયેલા મૃતદેહોને ભારતમાં મોકલવા એ સલામતી અને આરોગ્યના નિયમો વિરુદ્ધ છે. આ અકસ્માત રવિવારે ભારતીય સમય મુજબ મોડીરાતે ૧:૩૦ વાગ્યે મદીનાથી લગભગ ૨૫ કિલોમીટર દૂર મુહરાસ નજીક થયો હતો. એ સમયે ઘણા મુસાફરો ઊંઘી રહ્યા હતા, જેથી તેમને પોતાનો બચાવ કરવાની કોઈ તક મળી નહીં.