સંતો વચ્ચેનો આંતરીક વિવાદ ચરમ સીમાએ પહોંચ્યો : અયોધ્યામાં અવિમુક્તેશ્વરાનંદના પ્રવેશ પર પ્રતિબંધ 

સંતો વચ્ચેનો આંતરીક વિવાદ ચરમ સીમાએ પહોંચ્યો : અયોધ્યામાં અવિમુક્તેશ્વરાનંદના પ્રવેશ પર પ્રતિબંધ 

(એજન્સી)         અયોધ્યા તા.૦૪
અયોધ્યામાં સંતો વચ્ચેનો આંતરિક વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. જગદગુરુ પરમહંસ આચાર્યએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને હવે અયોધ્યાની પવિત્ર ધરતી પર પ્રવેશવા દેવામાં આવશે નહીં. 
પરમહંસ આચાર્યના  જણાવ્યા અનુસાર, અવિમુક્તેશ્વરાનંદ સતત સનાતન ધર્મ અને રામ મંદિરના નિર્માણ અંગે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરીને ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડી રહ્યા છે. આ ર્નિણયને પગલે અયોધ્યાના શ્રદ્ધાળુઓ અને અન્ય સંતોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સ્થાનિક વહીવટીતંત્ર પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતર્ક થઈ ગયું છે.