સ્પીકર ઓમ બિરલા વિરૂધ્ધ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ રજુ : ચર્ચાનો પ્રારંભ

સ્પીકર ઓમ બિરલા વિરૂધ્ધ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ રજુ : ચર્ચાનો પ્રારંભ

(એજન્સી)         નવી દિલ્હી તા.૧૦
લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરૂધ્ધ વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો છે અને આ લખાઈ રહ્યું છે ત્યારે પ્રાપ્ત અહેવાલ મુજબ ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. સ્પીકર વિરૂધ્ધના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમ્યાન વિપક્ષો ભારે હોબાળો મચાવી રહ્યા છે. આજે અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો તે પહેલા પણ લોકસભામાં વિપક્ષી સાંસદો ‘દેશ કો બચાના હૈ, મોદી કો હટાના હૈ‘ના સૂત્રોચ્ચાર કર્યો હતો. તેમણે ચૂંટણી પંચ પર વોટની દલાલી કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. રાજ્યસભા-લોકસભામાં વિપક્ષે અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધની પરિસ્થિતિ અને ભારત પર તેની અસર અંગે ચર્ચાની માંગને લઈને હોબાળો કર્યો. દેશના ઉર્જા સંકટ પર ચર્ચાની માંગ કરી હતી. કેન્દ્રીય સંસદીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું - સ્પીકર સામેના મોશન વિપક્ષના મોશન પર ચર્ચા કરવા માટે અમે તૈયાર છીએ, તેઓ ચર્ચા કરે, પરંતુ વિપક્ષ બીજું મોશન લાવ્યો છે, જેનો વિદેશ મંત્રીએ બંને ગૃહોમાં ખૂબ સારી રીતે જવાબ આપ્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું - વડાપ્રધાન મોદીને બ્લેકમેઇલ કરવામાં આવી રહ્યા છે. તેમની પાસે ભારતીય જનતાના હિતો વેચવા સિવાય કોઈ વિકલ્પ નથી. મારી વાત યાદ રાખો, તેઓ સંસદમાં નહીં આવે.