સોનામાં રૂા.1500, ચાંદીના ભાવમાં રૂા.5000નો કડાકો
મુંબઈ તા.13:
ઈરાન-અમેરિકા યુદ્ધની આગમાં સોનું અને ચાંદી પણ પીગળી રહ્યા છે. આજે સવારે ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. MCX પર સોનું પ્રતિ 10 ગ્રામ રૂ.141,977 પર ટ્રેડ થઈ રહ્યું હતું. આ તેના પાછલા બંધ ભાવ કરતા રૂ.1,578 સસ્તું છે. તેવી જ રીતે, ચાંદી પ્રતિ કિલો રૂ.217,400 પર ખુલી, જે રૂ.5,280નો નોંધપાત્ર ઘટાડો છે. આજે ઘટાડાનું મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં અચાનક વધારો હતો. આ વધારાથી યુએસ ડોલર મજબૂત થયો છે, જેનાથી સોના અને ચાંદી પર દબાણ આવ્યું.
માહિતી અનુસાર, સોનાના ભાવમાં આશરે 1.12% નો ઘટાડો થયો છે, જે $46.20 ઘટીને $4067.50 પ્રતિ ઔંસ થયો છે. ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. ચાંદી 2.64% ઘટીને $58.575 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.
દેશભરના મુખ્ય શહેરોમાં, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1.41 લાખની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રૂ.1.30 લાખની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. 18 કેરેટ સોનું પણ રૂ.1.08 લાખની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. તે દરમિયાન, ચાંદી પ્રતિ કિલોગ્રામ રૂ.2.17 લાખની આસપાસ ટ્રેડ થઈ રહી છે.


