સોમનાથ-વેરાવળ, પાટણ સંયુકત નગરપાલિકા તંત્રની બેદરકારીના પાપે પીજીવીસીએલના વિજ વપરાશ બીલ ન ભરાતા પ્રજા અંધારપટ અને પાણીપુરવઠો બંધ થવાની નગરપાલિકાને નોટીસ

સોમનાથ-વેરાવળ, પાટણ સંયુકત નગરપાલિકા તંત્રની બેદરકારીના પાપે પીજીવીસીએલના વિજ વપરાશ બીલ ન ભરાતા પ્રજા અંધારપટ અને પાણીપુરવઠો બંધ થવાની નગરપાલિકાને નોટીસ

(પ્રતિનિધિ  દ્વારા)
પ્રભાસ પાટણ, તા.૧૪
સોમનાથ-વેરાવળ, પ્રભાસ પાટણ સંયુકત નગરપાલિકાને વીજ તંત્રના નાયબ ઈજનેરે તા.૧૦ માર્ચના રોજ એક નોટીસ પાઠવી કુલ રૂપિયા પ૭પ૧૦૧પ.રર દિવસ સાતમાં નાણા ભરપાઈ કરવા અનયથા આપને અપાતો વીજ પુરવઠો બંધ કરવાની ફરજ અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
બાકી રહેલા બિલ રકમોમાં સ્ટ્રીટલાઈટ વોટરવર્કસ અને અન્ય જાેડાણોનો સમાવેશ થાય છે.  તા.૩૧/૧/ર૦ર૬ની સ્થિતિએ કુલ ૧૦પ વીજ જાેડાણોના નાણા ભરપાઈ કરવાના બાકી છે જેમાં સ્ટ્રીટ લાઈટ તેમજ અન્ય હેતુના ૯૬ વીજ જાેડાણ જેની રકમ રૂપિયા ૩૦૧૯૧૯ર.૬૪ તેમજ વોટર વર્કસના ૯ વીજ જાેડાણ જેની બાકી લેણી રકમ ર૭૩૧૮રર.પ૮ છે. આમ કુલ ૧૦પ વીજ જાેડાણ જેની બાકી રકમ રૂપિયા પ૭પ૧૦૧પ.રર ચુકવવાની બાકી રહે છે. આ બાકી રકમો ચુકવવવા કોઈ તકેદારી લેવાયેલ ન હોઈ જેથી આ નોટીસ મળ્યાથી દિવસ સાતમાં ભરપાઈ કરશો. અન્યથા આપને આપવામાં આવતો વીજ પુરવઠો બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નગરપાલિકાના વર્તમાન બોર્ડની મુદત તા.૧૪ માર્ચ સાંજે પુરી થાય છે. નગરપાલિકાનો મોટો સ્ટાફ છે આમ છતાં વેરા વસુલાત કરવામાં તંત્ર સાવ નિષ્ક્રીય રહ્યું અને વેરા જે ભરાયા તેની રકમ વીજ બોર્ડમાં જમા કરવામાં સાવ ઉદાસીન રહ્યું જેને કારણે જાે આ રકમ નહીં ભરાય તો પ્રજાને સ્ટ્રીટલાઈટ અંધારૂ અને પાણી પુરવઠાને અસર પહોંચશે. વીજ તંત્ર વારંવાર લેખિત,મૌખીક-ફોનથી આ રકમો ભરી જવા જણાવેલ પણ હતું.