સાળંગપુર કષ્ટભંજનદેવ મંદિર ખાતે શ્રી હનુમાન જન્મ જયંતી મહોત્સવ અંતર્ગત દિવ્ય મહાઅન્નકૂટ ધરાવાયો
સાળંગપુર, તા.૩
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રી હનુમાન જન્મ જયંતી મહોત્સવ અંતર્ગત તા.02-04-2026ને ગુરુવારના રોજ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ દાદાને સુવર્ણ વાઘાનો દિવ્ય શણગાર એવમ્છપ્પનભોગ અન્નકૂટ ધરાવાયો હતો. દાદા સુવર્ણ વાઘાના શણગાર ધરાવી ઉજવાયો ભવ્ય અને દિવ્ય હનુમાન જન્મોત્સવે બપોરે 11:15 કલાકે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય છપ્પનભોગ અન્નકૂટ આરતી વડતાલ ગાદી પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી દ્વારા કરવામાં આવી હતી.મંદિરની યજ્ઞશાળામાં સમૂહ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. 1,00,000 બલૂનડ્રોપથી ભક્તોનું સ્વાગત કરાયું, દાદાએ સુવર્ણ વાઘામાં ભક્તોને આપ્યા દર્શન, ભક્તોએ આ અનેરા દર્શનનો ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.


