સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે પ્લેન્સ ઝેબ્રા માંએ માદા બચ્ચાને જન્મ આપ્યો
જૂનાગઢ, તા.3
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જુનાગઢ ખાતે ગત વર્ષે જાન્યુઆરી-2025 માસમાં સૌપ્રથમ વાર એક જાેડ આફ્રીકન પ્લેન્સ ઝેબ્રાનું આગમન થયેલ હતું.
પ્લેન્સ ઝીબ્રા આફ્રિકા ખંડના મૂળ નિવાસી છે અને ઝીબ્રાની સૌથી સામાન્ય અને વ્યાપક પ્રજાતિ છે, તેઓ સામાજિક પ્રાણી છે અને સામાન્ય રીતે એક નર, અનેક માદાઓ અને તેમના બચ્ચાઓ સાથેના જૂથમાં રહે છે. નરઝીબ્રાનું વજન આશરે 220-300 કિગ્રા અને માદાનું 175-250 કિગ્રા હોય છે, જ્યારે નવજાત બચ્ચાનું વજન સામાન્ય રીતે 25-40 કિગ્રા હોય છે અને ગર્ભાવસ્થા અવધિ આશરે 12-13 મહિના હોય છે. તેમની કાળી-સફેદ પટ્ટાવાળી અનોખી આકૃતિ ઓળખ અને રક્ષણ માટે મહત્વપૂર્ણ છે.ઝેબ્રા બોત્સ્વાનાનું રાષ્ટ્રીય પ્રાણી છે.
જૂનાગઢ સ્થિત સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ખાતે પ્લેન્સ ઝીબ્રા (Equus quagga)ના એક સ્વસ્થ માદા બચ્ચાનું સફળ જન્મ નોંધાયું છે. હાલમાં માદા ઝેબ્રા અને બચ્ચું બન્ને સવસ્થ છે. તથા આ માદા બચ્ચાને ટુંક સમયમાં સક્કક્રબ્બગ ઝુ ની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે ડીસ્પ્લે માં મુકવામાં આવશે. આમ પ્રવાસીઓ માટે આફ્રીકન પ્લેન ઝેબ્રાનું બચ્ચુ એ એક અનોખુ આકર્ષણનું સર્જન કરશે. એમ નિયામક સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જુનાગઢ દ્વારા જણાવેલ હતું.


