1.624 કિલો એમ્બરગ્રીસ સાથે બોટાદના કોન્ટ્રાક્ટરની કેશોદ પોલીસે ધરપકડ કરી : રૂા. 1.63 કરોડનો મુદ્દામાલ જપ્ત
(પ્રતિનિધિ દ્વારા)
કેશોદ તા.20
કેશોદ પોલીસે વ્હેલ માછલીમાંથી મળતા અત્યંત કિંમતી અને પ્રતિબંધિત પદાર્થ એમ્બરગ્રીસના ગેરકાયદે વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે પોલીસને મળેલી બાતમીના આધારે કેશોદ શહેરમાં દરોડો પાડી બોટાદના એક શખ્સને 1.624 કિલોગ્રામ એમ્બરગ્રીસ સાથે ઝડપી પાડ્યો હતો જપ્ત કરાયેલા એમ્બરગ્રીસની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે રૂા.1.62 કરોડ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે મોબાઇલ ફોન અને મોટરસાયકલ સહિત કુલ રૂા.1.63 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે તે અંતર્ગત કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. ચૌધરીના નેતૃત્વમાં પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક શખ્સ કેશોદ ટાઉન વિસ્તારમાં આવેલી આવકાર હોસ્પિટલ પાસેની ગલીમાં કિંમતી એમ્બરગ્રીસ વેચવા માટે ગ્રાહકની શોધમાં ઉભો છે બાતમીના આધારે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી ત્યાંથી વૈભવ અશ્વીનભાઈ સુકલા (ઉ.વ.30), રહે. ગાયત્રીનગર, બોટાદને શંકાના આધારે અટકાવી તેની પાસે રહેલી કોલેજ બેગની તપાસ કરવામાં આવી હતી બેગમાંથી પ્લાસ્ટિકની થેલીમાં રાખેલા સફેદ પીળા રંગના વિવિધ આકારના ટુકડા અને ભુક્કો મળી આવ્યો હતો પૂછપરછ દરમિયાન આરોપીએ તે એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઉલટી) હોવાનું સ્વીકાર્યું હતું પોલીસે આરોપી પાસેથી 1.624 કિલોગ્રામ એમ્બરગ્રીસ, એક મોબાઇલ ફોન, એક મોટરસાયકલ તેમજ કોલેજ બેગ અને પ્લાસ્ટિકની થેલીઓ મળી કુલ રૂા.1,63,00,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ આ કિંમતી પદાર્થનું વેચાણ કરવા માટે ગ્રાહક શોધી રહ્યો હોવાનું જણાવ્યું હતું એમ્બરગ્રીસનો સંબંધ દરિયાઈ વન્યજીવ એટલે કે સ્પર્મ વ્હેલ સાથે હોવાથી તેનો વેપાર અને હેરફેર વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ ગંભીર ગુનો ગણાય છે તેથી કેશોદ પોલીસે આરોપી સામેની આગળની કાયદેસરની કાર્યવાહી માટે સમગ્ર કેસ ગુજરાત ફોરેસ્ટ વિભાગ, કેશોદ રેન્જને સોંપવાની તજવીજ હાથ ધરી છે જપ્ત કરાયેલ મુદ્દામાલ એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઉલટી) 1.624 કિલોગ્રામ (આંતરરાષ્ટ્રીય કિંમત અંદાજે રૂા.1,62,40,000), મોબાઇલ ફોન રૂા.30,000, મોટરસાયકલ રૂા.30,000, કોલેજ બેગ અને પ્લાસ્ટિકની થેલીઓ કુલ મુદ્દામાલ રૂા.1,63,00,000 મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સમગ્ર ઓપરેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.ડી. મકવાણા, હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાભી, સંજયસિંહ ઝાલા, કોન્સ્ટેબલ વીમલભાઈ ડોબરીયા, દિલાવરસિંહ મોરી, વનરાજસિંહ આલીંગભાઈ, ભરતસિંહ સિસોદીયા, સુરેશભાઈ ભંભાણા, હાદિર્કસિંહ સિસોદીયા અને ધર્મેશભાઈ સિંધવ સહિતની ટીમે સફળ કામગીરી બજાવી હતી.


